Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કોરોનાનો ફરી કારમો ઘાઃ રાજકોટમાં આજે ૧૩ના જીવ ગયાઃ ૮૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૧૨ પૈકી ૨ જ કોવિડ ડેથઃ હાલમાં ૧૧૪૩ દર્દીઓ સારવાર હેઠળઃકુલ કેસનો આંક ૧૯,૬૧૪ આજ દિન સુધીમાં ૧૮,૨૧૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૩.૨૬ ટકા થયો

રાજકોટ તા. ૩: શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૧૩નાં મૃત્‍યુ થયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨નાં સવારનાં ૮ વાગ્‍યા થી તા.૩નાં સવારનાં ૮ વાગ્‍યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્‍લાના ૧૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૧૨ પૈકી બે ર્ીમૃત્‍યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્‍યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્‍પિટલમાં ૬૬૦ બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૨૦૦ને પાર કરી ગયો છે ત્‍યારે શહેર - જિલ્લાનું આરોગ્‍ય તંત્ર ફરી હરકતમાં આવ્‍યું છે અને ટેસ્‍ટીંગ વધાર્યું છે. કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્‍પિટલમાં ૧૩ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 બપોર સુધીમાં કોરોનાના ૮૦ કેસ

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં   કુલ ૮૦ નવા કેસ સાથે શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૧૯,૬૧૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૬,૫૨૮ સેમ્‍પલ લેવાયા હતા.જેમાં ૨૬૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૦૧ ટકા થયો  હતો. જયારે ૧૨૨ દર્દીઓ સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૬,૯૦,૨૯૮ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૧૯,૬૧૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૩ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્‍પિટલ, ખાનગી હોસ્‍પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૧૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:47 pm IST)