Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

થોરાળામાં ગોૈરાંગે પત્નિ પૂજા અને સાસુ દિવ્યાબેનને કૂકરથી ફટકાર્યા

સાસુ શાપરથી દિકરીની ખબર કાઢવા આવતાં જમાઇને ન ગમ્યું

રાજકોટ તા. ૪: નવા થોરાળા ડો. આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે રહેતી પૂજા ગોૈરાંગ જાદવ (ઉ.૨૦)ને પતિ ગોૈરાંગે કૂકરથી માર મારતાં તેમજ શાપર વેરાવળથી તેણીના માતા દિવ્યાબેન રમેશભાઇ મકવાણા (ઉ.૪૨) આવ્યા હોઇ તે વચ્ચે પડતાં તેને પણ માર મારતાં મા-દિકરી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક એન્ટ્રી નોંધી થોરાળા પોલીસને જાણ કરી હતી. જેમાં ગોૈરાંગે બંનેને કૂકરથી માર માર્યાની નોંધ હતી. પૂજાની દિકરી બિમાર હોઇ તેની ખબર કાઢવા તેણીના માતા શાપરથી આવ્યા હોઇ પતિ ગોૈરાંગને ન ગમતાં તેણે સાસુને તમારે અહિ આવવું નહિ કરી ઝઘડો કર્યા બાદ ઝપાઝપી મારામારી કરી હતી.

રેલનગરના ભાવીન પર ઘંટેશ્વર પાસે હુમલો

રેલનગર શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતો ભાવીન પ્રવિણભાઇ જેઠવા (ઉ.૧૮) સાંજે બાઇક હંકારી નવા ૧૫૦ રીંગ રોડ ઘંટેશ્વર પાસેથી નીકળતાં આઇશર ચાલક સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરીથી અને ધોકાથી ઇજા કરતાં સારવાર માટે દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. ભાવીન તેના મિત્ર સાથે ગયો હતો. માથાકુટ થતાં મિત્ર ભાગી ગયો હતો અને આઇશરવાળાએ તેને ફટકાર્યો હતો.

(11:38 am IST)