Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ક્રિકેટ સટ્ટાની આઇડી આપવાના બે ગુનામાં ફરાર સુરતનો જયદિપ પકડાયો

હાલ બોટાદ રહેતાં શખ્સને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે જયેશભાઇ નિમાવત તથા મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી ત્રણ મહિના પહેલાના ગુનામાં દબોચી લીધો

રાજકોટ તા. ૪: ત્રણ મહિના પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે મોબાઇલ ફોનની આઇડી પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં બે શખ્સો વ્દ્યિાનગરના રવિ ઝીંઝુવાડીયા અને ઉમરાળીના યોગેશ જળુ તથા મુકેશ આગરીયાને પકડ્યા હતા. આ શખ્સોને જૂગાર રમવા માટેની આઇડી આપનાર શખ્સને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં  આવી છે.

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયેશભાઇ નિમાવત અને હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી જયદિપ જોરૂભાઇ ધાંધલ (ઉ.૨૪-રહે. વિઠ્ઠલનગર ગુરૂનગર વરાછા રોડ સુરત, હાલ બ્રાહ્મણ સોસાયટી પાળીયાદ રોડ, બોટાદ)ને પકડી લેવાયો છે. જયદિપે અગાઉ આઇડી પર સટ્ટો રમતાં પકડાયેલા ત્રણ શખ્સોને આઇડી આપ્યાનું ખુલ્યું હતું. ત્યારથી તે નાસતો ફરતો હતો. તે આજીડેમ ચોકડીે આવ્યાની માહિતી મળતાં જ પકડી લેવાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

(11:38 am IST)