Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય કેમ્પમાં સેંકડો લોકોએ રસી મુકાવી

 રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુકત ઉપક્રમે ત્રિ-દિવસીય કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પનું રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

 શહેરના કુલ પાંચ સ્થળે યોજાયેલા કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પમાં પ્રથમ દિવસથી જ લાભાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. કેમ્પમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના સર્વે જ્ઞાતિના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને ટ્રસ્ટીમંડળની દેખરેખ હેઠળ તમામ રસીકરણ સ્થળે શ્રી ખોડલધામની ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.   રસીકરણ મેગા કેમ્પમાં તમામ સ્થળોએ સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવી, સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરીને સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પણ રસીકરણ મેગા કેમ્પની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર કામગીરી અને વ્યવસ્થાને બિરદાવી હતી.

(11:39 am IST)