Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

બજરંગવાડીની યુવતિએ કેસરી પુલની દૂકાન પાસે ફિનાઇલ પીધી

રાજકોટ તા. ૪: બજરંગવાડી શેરી નં. ૧૧માં રહેતી હેતલબેન જીતેન્દ્રભાઇ માણેક (ઉ.વ. ૪૧) નામની મહિલાએ પોતાના ભાઇની કેસરી પુલ પર આવેલી જીતેન્દ્ર બૂક સ્ટોલ નામની દૂકાન પાસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. હેડકોન્સ. જનકસિંહ અને કિશનભાઇએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

નવાગામમાં અજયને ભાઇ મનસુખ સહિતે ધોકાવ્યો

નવાગામ આણંદપરમાં રહેતાં અજય વાઘજીભાઇ રોજાસરા (ઉ.૩૨)ને તેના ભાઇ મનસુખ તથા છગન સહિતે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી. ભાઇઓ વચ્ચે બોલાચાલી બાદ ગાળાગાળી થતાં મારામારી થઇ હતી.

કોઠારીયા સોલવન્ટમાં જયએ ગાળો દેવાની ના પાડતાં હુમલો

કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં રહેતાં જય કૈલાસભાઇ જેઠવા (ઉ.૧૯)ને પ્રકાશે પગમાં છરી ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. પ્રકાશ ગાળો દેતો હોઇ જયએ ના પાડતાં માથાકુટ થયાનું ખુલ્યું હતું.

(12:34 pm IST)