Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

હરિ ધવા રોડ પરથી મળેલા ૩ વર્ષના બાળકનું માતા-પિતા સાથે મિલન થયું

ભકિતનગર પોલીસની કાર્યવાહીથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા

રાજકોટઃ હરિ ધવા ચોક વચ્ચે આહિર ચોક અને પટેલ ચોક વચ્ચે ગોરબંદ આઇસ ગોલા નામની દૂકાન પાસે એક જાગૃત નાગરિકને એક નાનુ બાળક મળ્યું હોઇ તે વખતે પેટ્રોલીંગમાં નીકળેલા ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીએઅસાઇ આર. જે. કામળીયા અને હેડકોન્સ્. રમેશભાઇ ગઢેસીયાએ બાળકનો કબ્જો સંભાળી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. સોશિયલ મિડીયા તથા વ્હોટ્સગ્રુપમાં બાળકનો ફોટો વાયરલ કરી ટીમોને કામે લગાડાઇ હતી. દરમિયાન બાળકના પિતા મુળ યુપીના હાલ બાબરીયા કોલોની-૨માં રહેતાં સંતારામ રામબચ્ચન ગુપ્તા હોવાનું જણાતાં તેને પોલીસ મથકે બોલાવી ખરાઇ કરી બાળકનો કબ્જો સોંપાયો હતો. ગૂમ થયેલા ૩ વર્ષના પુત્રને પોલીસે શોધી આપતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

(12:35 pm IST)