Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અપહત સગીરાને ગોંડલના ભુણાવા પાસેથી શોધી કાઢતી કુવાડવા પોલીસ

એક વર્ષ પહેલા રફાળાનો મયુર રાઠોડ ભગાડી ગયો'તોઃ ધરપકડ

રાજકોટ, તા., ૩: મઘરવાડા વિસ્તારમાં એક વર્ષ પહેલા સગીરાના અપહરણના કેસમાં કુવાડવા રોડ પોલીસે સગીરાને ગોંડલ પાસેથી શોધી કાઢી રફાળા ગામના શખ્સને પકડી લીધો હતો.

મઘરવાડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને એક વર્ષ પહેલા રફાળા ગામનો મયુર રાઠોડ નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા જે તે વખતે કુવાડવા પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. દરમ્યાન કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. અરવીંદભાઇ મકવાણા અને વિરદેવસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.જી.રોહડીયા તથા એએસઆઇ હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. હિતેશભાઇ ગઢવી, અરવીંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ, હરેશભાઇ, દેવેન્દ્રસિંહ અને મુકેશભાઇ સહીતે ગોંડલના ભુણાવા પાસેથી સગીરાને શોધી કાઢી હતી અને અપહરણ કરનાર મયુર ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.ર૧)ને પકડી લીધો હતો. આ બનાવમાં પોલીસે મયુરની ધરપકડ કરી બળાત્કારની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

(1:23 pm IST)