Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટમાં સમરસ હોસ્ટલ ફરીથી શરુ કરવામાં આવીઃ ૧૧૦થી વધુ બેડ તૈયાર રાજકોટ-મોરબીની બોર્ડર સીલ કરાઇ નથીઃ કલેકટર

કલેકટર રેમ્યા મોહને કહ્નાં હતુ કે રાજકોટમાં વધી રહેલા કેસોના પગલે સમરસ હોસ્ટેલ ફરીથી શરૂ કરવામાં આવી છે. ૧૧૦ થી વધુ બેડ તૈયાર કરાયા છે. હોસ્પિટલના બેડ અંગેની પુછપરછ માટે  હેલ્પલાઇન શરૂ કરી દીધેલ છે. રેમડેસિવીર ઇન્જેકશનનો જથ્થો પુરતો છે. કોઇ ચિંતા કરવાની જરૂર નથી. ઓકિસજન માટે પણ ખાનગી કંપનીઓ સાથે પણ વાત થઇ ચુકી છે. રાજકોટ અને મોરબીની બોર્ડર સીલ કરવામાં આવી નથી બોર્ડર પર ચેકીંગ શરૂ કરવા અંગે વિચારણા ચાલુ છે.

 

(1:34 pm IST)