Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અંધજનો માટે સોમવારે સ્પેશ્યલ કોરોના વેકસીનેશનનો મેગા કેમ્પ

સર્જન ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સંયુકત ઉપક્રમે

રાજકોટ, તા. ૩ :. કોરોના સામે સાવચેત રહેવા રાજ્ય સરકારના શુભ ઉદ્દેશને આગળ ધપાવવા સર્જન ફાઉન્ડેશન અને તેની સહયોગી સંસ્થાઓ જય ઠાકર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કલ્પના ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ કલબ રાજકોટ સિલ્વર અને તેના કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં વસતા સૂરદાસોને (અંધજનો) માટે ખૂબજ જહેમત ઉઠાવી તેમને કોરોના વેકસીન મળી જાય અને કોરોનાથી સુરક્ષિત બની જાય તે માટે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મિટીંગ યોજી ગુજરાતમાં સૌ પ્રથમ કહી શકાય તેવા સૂરદાસ (અંધજનો) માટે વેકસીનેશનનો મેગા કેમ્પ આગામી તા. ૫ એપ્રિલને સોમવારે બપોરે ૩ થી ૭ વાગ્યા સુધી પદ્મકુંવરબા હાઈસ્કૂલ (શિક્ષણ સમિતિ ઓફિસ પાસે) કરણપરા ચોક, પોલીસ ચોકી પાછળ આયોજન કરવામાં આવેલ છે.

આ સૂરદાસના કોરોના વેકસીન કેમ્પની મુલાકાતે યુવા કમિશ્નર ઉદિત અગ્રવાલ, મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોેડીયા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. આ વેકસીન કેમ્પમાં સૂરદાસ તથા તેમની મદદમાં રોકાયેલા ૪૫ વર્ષથી ઉપરની વ્યકિતને નિઃશુલ્ક કોરોના વેકસીન આપવામાં આવશે. આ કેમ્પમાં આવનાર તમામ સૂરદાસ તથા મદદમાં રોકાયેલા વ્યકિતઓ પોતાનુ આધારકાર્ડ લાવવું ફરજીયાત છે. તેમનું રજીસ્ટ્રેશન સ્થળ ઉપર જ કરી વેકસીન આપવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પ્રમુખ સુરેશભાઈ પરમાર (સર્જન ફાઉન્ડેશન), વલ્કુભાઈ બોળીયા (જય ઠાકર એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ), પુષ્પાબેન ચાવડા (કલ્પના ચેરીટેબલ ટ્રસ્ટ), રેશ્માબેન સોલંકી (લાયન્સ કલબ રાજકોટ સિલ્વર) અને રમાબેન હેરભાની સાથે ગુણવંતભાઈ ભટ્ટ, અરૂણભાઈ નિર્મળ, હેમંતસિંહ ડોડીયા, દિવ્યાબેન રાઠોડ, દિપાબેન કાચા, પલ્વીબેન ચૌહાણ, દિવ્યાનીબેન રાવલ, સિમાબેન અગ્રવાલ, હર્ષીદાબા કનોજીયા, ભાવનાબેન ચતવાણી, રસીદાબેન સીદી, શ્રધ્ધાબેન સીમેજીયા, પ્રકાશભાઈ વોરા, રમણીકભાઈ ટાંક, દિલીપભાઈ છાયા, વિજયભાઈ કારીયા, સુરેશભાઈ રામાનંદી, અમીનાબેન દેવમુરારી, હરીભાઈ ભરવાડ, નારણભાઈ ચૌહાણ, સંજયભાઈ પ્રજાપતિ, રામજીભાઈ ચૌહાણ, પ્રવિણાબેન ચાવડા, ડેનીશભાઈ પટેલ, વિજયભાઈ પંડયા, મિનાક્ષીબેન લીંબાસીયા, ભારતીબેન ભટ્ટ, પ્રભાબેન વસોયા, દિશાંક કાનાબાર, મુકેશ ચૌહાણ સહિત અનેક કાર્યકર્તા અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કેમ્પમાં ઉપસ્થિત સર્વે સૂરદાસોને લાયન્સ કલબ રાજકોટ સિલ્વરના પ્રમુખ રેશ્માબેન સોલંકી તરફથી નાસ્તો તેમજ હેન્ડ સેનેટાઈઝ અને માસ્કનું વિતરણ કરવામાં આવશે તેમ સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે.

(3:06 pm IST)