Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

નિવૃત્ત જજ ધીરૂભાઇ મુછાળાની ૫૫ મી મેરેજ એનીવર્સરીની સેવામય ઉજવણી

રાજકોટ : ધારી નિવાસી અને હાલ રાજકોટ કર્મભૂમિ બનાવી છેલ્લા ૧૮ વર્ષથી નિવૃત્ત જજ તરીકે ખુશહાલમય જીવન વિતાવી રહેલ ધીરૂભાઇ મુછાળાની પપ મી મેરેજ એનીવર્સરીની સેવામય ઉજવણી કરાઇ હતી. સમગ્ર આયોજન પુત્ર સમાન ભાણેજ અશ્વિનભાઇ પટેલ દંપતિ તથા કિરીટભાઇ પટેલ દ્વારા કરવામાં અર્બન ડેક હોટલ ખાતે આવ્યુ હતુ. મામાની મેરેજ એનીવર્સરીએ સેવામય વીલની જાહેરાત કરવામાં આવેલ. તેમજ હાલ તેમની વય ૮૧ વર્ષની હોય ૮૧ ઇંચનો દળદાર ગુલાબનો હાર પહેરાવી શુભેચ્છાઓ અપાઇ હતી. આ તકે રૂ.૫૧ હજાર જસદણ નવનિર્મિત શ્રીમતી હીરાબેન ચંદુલાલ પટેલ સત્સંગ હોલમાં તથા વીલ દ્વારા દિકરાનું ઘર ઢોલરા વૃધ્ધાશ્રમને રૂ. પ લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. સમસ્ત મોઢ વણિક જ્ઞાતિજનો દ્વારા તેમના આ સેવામય નિર્ણયને વધાવી શુભેચ્છાઓ અપાઇ હતી. એનીવર્સરી અવસરે અંતરીક્ષમાંથી ચંદુભાઇ પટેલ, શ્રીમતી હીરાબેન પટેલ તેમજ સહયાત્રી અશ્વિનભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, નવનીતકુમાર કલ્યાણી, રમેશભાઇ જીવાણી, મનસુખભાઇ પટેલ, ગોપીભાઇ પટેલ, સમીરભાઇ કલ્યાણી, નીતિનભાઇ અંબાણી, મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, ધારીથી દીલીપભાઇ મુછાળા, શ્રીમતી નયનાબેન બીપીનકુમાર મહેતા, ગાંધીનગરથી વસંતભાઇ મહેતા, મહુવાથી વિનુભાઇ મહેતા, નયનભાઇ મહેતા, ભાવનગરથી પ્રદીપભાઇ પારેખ, કલકતાથી જીતુભાઇ મહેતા, ઉનાથી કૃષ્ણકાંતભાઇ દેસાઇ, અમદાવાદથી જીજ્ઞેશભાઇ શાહ, મુંબઇથી ધર્મેન્દ્રભાઇ મહેતા, લુધીયાણાથી જીતુભાઇ મણીયાર તેમજ જ્ઞાતિબંધુઓએ શુભેચ્છા પાઠવી હતી. તેમ અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫) ની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)