Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કાલે રચીત ઇટરીમાં સન્ડે સ્પેશ્યલ

સવારે ફાફડા-જલેબી, બપોરે દહીવડા, ઇડલી, કચોરી અને સાંજે છોલે કુલચા અને તવા બિરયાની સહિતની વાનગીઓનો સ્વાદ માણો

રાજકોટઃ અહિંના અમિનમાર્ગ ઉપર ડેસ્ટીનેશન પ્લસ ગ્રાઉન્ડ ફલોર શોપ નં.૧ (મો.૯૩૭૭૭ ૪૨૦૦૬) ખાતે આવેલ રચિત ઇટરી (સ્વીટસ એન્ડ નમકીન) ખાતે સ્વાદ રસિયાઓ માટે દર રવિવારે વિવિધ વાનગીઓ લઇ આવ્યું છે. સન્ડે સ્પેશ્યલમાં આવતીકાલે સવારે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી ફાફડા ગાઠીયા સાથે કેસર જલેબીનો સ્વાદ માણવા મળશે. બાદ બપોરે બે વાગ્યા સુધી ફ્રાઇડ દુધી મેથી મુઠીયા, ક્રીમ દહીવડા, ફ્રાઇડ ઇડલી, મુંગદાળ કચોરી મળશે.

જયારે સાંજના ૫:૩૦ થી ૮:૩૦ દરમિયાન ક્રીમ દહીવડા, છોલે કુલ્ચા અને તવા બિરયાની મળશે. આ સિવાય દરરોજ અવનવી સ્વીટસ અને નમકીનની વેરાયટીઓનો સ્વાદ માણવા રચિત કેટરસના શ્રી કિરીટભાઇ બુધ્ધદેવ અને શ્રી મોહીત બુધ્ધદેવ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:09 pm IST)