Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીએ અપીલ કરતાં અપીલ કોર્ટ દ્વારા જામીન મંજુર

રાજકોટ, તા.૩: રાજકોટના વિત ભવન ગુરૂકુળ ગોંડલ રોડ પાસે રહેવા ફરીયાદી કુમાર પાલ યોગેશભાઇ શાહ સને-૨૦૧૮માં રાજકોટના જાગનાથ દેરાસર પાસે રહેતા આરોપી ચંદુભાઇ કાનજીભાઇ પરમારની સામે રૂ.૧,૬૦,૦૦૦/ પ્રોમીશરી નોટ લખી રોકડ રકમ આરોપીએ મેળવતા જે સમય મર્યાદામાં રકમ ન ચુકવતા આરોપી સામે કોર્ટમાં નેગો.ઇન્સ્ટ્રુ.એકટ કલમ-૧૩૮ કેસ દાખલ કરતા જે કેસ ચાલી જતા આરોપીને કોર્ટે કાયદાની જોગવાઇ મુજબ એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ વળતર પેટે ફરીયાદીને ચુકવી આપી સજા કરેલ હતી. જેની સામે અપીલ કરતાં અપીલ કોર્ટે જામીન મંજુર કર્યા હતાં.

આ કામે આરોપી સામે ફરીયાદી કાયદાના પ્રબંધ હેઠળ નોટીસ આપેલ, પરંતુ નોટીસનો કોઇ આરોપીએ જવાબ આવેલ નહીં. જેથી ફરીયાદીએ નામ.કોર્ટમાં નેગો.ઇન્સ્ટ્રુ.એકટ કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરતા આરોપીને સમન્સ બજતા આરોપી કોર્ટમાં સને-૨૦૧૮ની સાલમાં એક જ વખત હાજર થયેલ ત્યારબાદ છેલ્લા બે વર્ષથી સતત હાજર રહેતા ન હોય અનેક વખત વોરન્ટ કાઢવા છતાં આરોપી હાજર થયેલ નહી કે વોરન્ટની બજવણી થવા દીધેલ નહીં. જેથી ફરીયાદીએ નામ.કોર્ટમાં એક તરફી કેસ ચલાવવા કોર્ટને વિનંતી કરી અરજી આપતા કોર્ટે સદરહું કેસમાં થયેલ પ્રોસીંડીંગ ધ્યાને લઇ એક તરફી આરોપી સામેનો કેસ ચલાવેલ. કેસ ચાલી જતા કોર્ટે સજા કરેલ.

આ કામે સજા થતા આરોપીએ સજા સામે સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરેલ અને અપીલમાં જણાવેલ કે ગુણદોષ પર કેસ ચાલેલ નથી. કોર્ટે સી.આર.પી.સી કલમ-૮૨ હેઠળની કાર્યવાહી કરેલ નથી, ભાગેડુ જાહેર કરલ નથી. કાયદાના પ્રબંધ હેઠળ આરોપી સામે વોરન્ટની કાઢી આગળની કાર્યવાહી કરવી જોઇએ તેમજ આરોપીને કોઇ તક મળેલ ન હોય તેમજ આરોપીની ગેર હાજરીમાં કેસ ચાલેલ નહી જે અંગે વિસ્તૃત દલીલો તથા વિવિધ કોર્ટના ચુકાદાઓ તરફ નામ.અદાલતનું ધ્યાન દોરતા વકિલશ્રી રોહિતભાઇ બી.ઘીઆ તથા હર્ષ રોહિતભાઇ ઘીઆની રજુઆતો ધ્યાને લઇ આરોપીને રૂ.૧૫૦૦૦/ના અપીલ ચાલતા સુધીના જામીન મંજુર કરેલ અને રૂ.૫૦,૦૦૦/ આરોપીએ અદાલતમાં બે માસમાં ડીપોઝીટ જમા કરાવી તેવો હુકમ કરેલ છે.

આ કામમાં રાજકોટના વકિલશ્રી રોહિતભાઇ બી.ઘીઆ તથા હર્ષ રોહિતભાઇ ઘીઆ રોકાયેલ હતા.

(3:10 pm IST)