Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

દેશી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજી રદ

રાજકોટ તા. ૩: ર૮૦ લીટર દેશી દારૂના ગુન્હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

ગત તા. ૧૯-૧-ર૧ના રોજ જસદણ બાવાનો ચોક વાળા સ્થળે રેઇડ કરતા ત્યાં આરોપી દેવેન્દ્રભાઇ ઉર્ફે અગુભાઇ મનુભાઇ ધાંધલને પોલીસે ર૮૦ લીટર દેશી દારૂ સાથે પકડી પાડેલ અને જેલ હવાલે કરેલ જેમાં રહેલ આરોપી દેવેન્દ્રભાઇ ધાંધલે ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે અગાઉ રપ જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે અને આરોપીને જો જામીન આપવામાં આવશે તો ફરીથી ગુન્હાહીત પ્રવૃતિ કરશે અને આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં તેવી રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી એચ. એમ. પવારે આરોપીની ચાર્જશીટ પછીની પણ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલા હતા.

(3:11 pm IST)