Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ભાગીદારી પેઢી દ્વારા થયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૩: અત્રે કિર્તી સ્ટીલ્સ નામથી ચાલતી રજી. ભાગીદારી પેઢીના ભાગીદાર જયેશભાઇ મનસુખભાઇ ભાલોડીએ ભાવીન નલવભાઇ હરસોંરા સામે કરેલ ચેક રીર્ટન કેસમાં ભાવીન નવલભાઇ હરસોરાને કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની હકીકત એવી છે કે, કિર્તી સ્ટીલસ રાજકોટમાં હાર્ડવેરને લગતી એંગલ, ચેનલ વિગેરે બનાવવાનું કામકાજ કરે છે. જયારે ભાવીનભાઇ નવલભાઇ હરસોરા ફેબ્રીકેશનને લગતું કામકાજ કરે છે તે રીતે બન્ને વચ્ચે પરિચય થતાં ભાવીનભાઇ નવલભાઇ હરસોરાએ કિર્તી સ્ટીલ્સ પાસેથી ઉધારીમાં એંગલ, ચેનલ વિગેરે માલ ખરીદ કરેલ જે રકમની કિર્તી સ્ટીલસે ઉઘરાણી કરતાં ભાવીનભાઇ નવલભાઇ હરસોરા એ કિર્તી સ્ટીલસને ચેક આપતાં સદરહું ચેક બેંકમાં વસુલાત માટે રજૂ કરતાં સદરહું ચેક એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફરતા સદરહું ભાવીનભાઇ નવલભાઇ હરસોરા એ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતાં કિર્તી સ્ટીલસ ભાગીદારી પેઢીના ભાગીદાર જયેશભાઇ મનસુખભાઇ ભાલોડીએ તેઓની સામે રાજકોટની ફોજદારી કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

સદરહું ફરીયાદના કામમાં નેગોશીએબલ કોર્ટે આરોપી ભાવીનભાઇ નવલભાઇ હરસોરા છે તેઓને કોર્ટે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરેલ છે તેમજ ફરીયાદીવાળા ચેકોની રકમ આરોપીએ ફરીયાદીને વળતર પેટે હુકમની તારીખથી એક માસમાં આરોપીએ ચૂકવી આપવી તેવો પણ હુકમ કરેલ છે. સદરહું વળતરની રકમ જો ચૂકવવામાં આરોપી કસૂર કરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત ફરીયાદના કામમાં ફરીયાદી વતી વકીલ તરીકે તરૂણ એસ. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયેલા હતાં.

(3:11 pm IST)