Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

જરૂર પડયે રાજકોટમાં પ૦૦ બેડ વધારી દેવાશેઃ ૮ દિવસથી કેસો વધ્‍યા છેઃ ઓકસીજન-દવા-સ્‍ટાફ પૂરતા છેઃ કલેકટરનો પત્રકારોને નિર્દેશ

ખાનગી હોસ્‍પીટલ માટે ઘણા ફોન આવે છેઃ લોકોને ચોઇસ નહિ મળે જયાં બેડ ખાલી હશે ત્‍યાં જવુ પડશે : વધુ ૮૦ નર્સીગ સ્‍ટાફના ઓર્ડરોઃ શહેર કરતા ગામડામાં કેસો ઓછાઃ જરૂર પડયે પાલીકા વિસ્‍તારમાં નવી વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૩ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્‍યા મોહને આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, ૮ દિવસથી રાજકોટમાં કેસો વધ્‍યા છે, આમ છતાં શહેર કરતા ગામડામાં કેસો ઓછા આવી રહ્યા છે, ઓછા છે, જીલ્લામાં જે કોરોના વાળા તાલુકા છે, જસદણ, ગોંડલ, ધોરાજી, વિરગનર, ખાતે ખાસ ફેસેલીટી વધારાઇ છે, કોવીડ-૧૯ હોસ્‍પીટલો શરૂ કરી દેવાઇ છે, અને જરૂર પડયે પાલીકા વિસ્‍તારમાં નવી વ્‍યવસ્‍થા ઉભી કરાશે.

કલેકટરે જણાવ્‍યું હતું કે આપણી તમામ પ્રકારનું ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર છે, જરૂર પડયે પ૦૦ થી વધુ બેડો વધારી દેવાશે, રાજકોટની અમૂક ખાનગી હોસ્‍પીટલોએ પોતે સામેથી  પ૦ ટકા બેડ રીર્ઝવ રાખી દિધા છે, મંગળવાર સુધીમાં આવી ૪ હોસ્‍પીટલો શરૂ થઇ જશે.

કલેકટરે જણાવેલ કે આપણી પાસે પુરતો -દવા-ઓકસીજનનો સ્‍ટોક છે, ગઇકાલે ૪૮૦ થી વધુ નર્સીંગ સ્‍ટાફના ઓર્ડરો કરાયા છે, અને દરરોજ સીવીલ તથા જીલ્લા પંચાયત આરોગ્‍ય તંત્ર દ્વારા સ્‍ટાફ માટે ઇન્‍ટરવ્‍યુ લેવાઇ રહ્યા છે.

ઓકસીજન અંગે કલેકટરે જણાવેલ કે સીવીલ-કેન્‍સર કોવીડ હોસ્‍પીટલ અને સમરસ  ખાતે ઓકસીજનના પૂરતા ટાંકીઓ ઉપલબ્‍ધ છે, ખાનગી હોસ્‍પીટલને પણ વચ્‍ચે રહીને મદદ કરાશે. ખાનગી હોસ્‍પીટલમાં બેડ અંગે હેલ્‍પલાઇનમાં ઘણા ફોન આવે છે, દરેક કલાકે ફીગર ફરતા રહે છે, લોકોને જયાં બેડ ખાલી હોય તે હોસ્‍પીટલમાં જવુ પડશે, ચોઇસ નહી મળે.

મોરબીમાં કેસો વધ્‍યા હોય તે અંગે કલેકટરે જણાવેલ કે મોરબીના પ૦૦ દર્દીઓ રાજકોટમાં દાખલ થયા છે, પરંતુ આ જીલ્લા સાથે કોઇ વાહન-વ્‍યવહાર બંધ નહી કરાય, સ્‍થિતિ બગડશે તો આ બાબતે ત્‍યારે વિચારાશે, તેમણે ૬૦ થી વધુના અને ૪પ થી વધુ વયના લોકોને અવશ્‍ય કોરોના વેકસીન લેવા અપીલ કરી હતી. તેમજ હોસ્‍પીટલમાં વધુ નાણા લેવાતા હોય તો તે અંગેની ફરીયાદ સીટી પ્રાંત-૧ ને કરવા પણ કલેકટરે નિર્દેશ આપ્‍યો હતો. 

(3:51 pm IST)