Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટના પાા લાખ વીજગ્રાહકો ઉપર બે મહિને વીજબીલમાં પપ રૂા.નો વધારો આવશેઃ એપ્રિલ-મેના બીલમાં અસર દેખાશેઃ વીજ દરના વધારાની અસર

રાજકોટ તા.૩ : ગુજરાત વીજ નિયમન પંચે વીજદરમાં ર૧ પૈકીનો વધારો મંજુર કરતા રાજકોટના એલ.ટી.કનેકશન ધરાવતા પ લાખ ૮૦ હજારથી વધુ વીજ ગ્રાહકોને તેની અસર થશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું. તેમણે જણાવેલ કે રાજકોટમાં દર બે મહિને ર૦૦ યુનિટ આસપાસ જેમનુ બીલ આવે છે તેવા પાા લાખ જેટલા વિજગ્રાહકો છે આ લોકોના બીલમાં એપ્રિલ-મે મહિનાના બીલમાં અસર દેખાશે. અને વીજબીલમાં પપ રૂા. જેવો વધારો ઝીંકાઇ જશે. ગઇકાલે ગુજરાત વીજ નિયમન પંચે વીજબોર્ડની પીજીવીસીએલ સહિત તમામ ચારેય વીજ કંપનીઓ માટેના વીજ દરો નકકી કરી આપ્‍યા હતા અને યુનિટ દીઠ ર૧ પૈસાનો વધારો મંજુર કર્યો હતા પરીણામે ફયુજીલ પ્રાઇસ એન્‍ડ પાવર પરચેઝ એગ્રીમેનન્‍ટહેઠળ યુનિટ દીઠ ૧.પ૯ને બદલે યુનિટ દીઠ ૧.૮૦ વસુલાશે. આ સંદર્ભે નીચામા નીચા સ્‍લેબમાં આવતા વીજ ગ્રાહકોનો યુનિટદીઠ રૂા.૩.રપ લેખે વીજળી મળશે. આવી જ રીતે સ્‍લેબ વાઇઝ જોતા રાજકોટના પાા લાખ આસપાસ વીજગ્રાહકોને રૂા.પ૦ થી પપ જેવો ભાવ વધારાની અસર થશે.

(3:52 pm IST)