Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ભાજપની પ્રદેશ કારોબારીમાં નીતિનભાઈ ભારદ્વાજ-ભાનુબેન બાબરીયાને ગૌરવવંતુ સ્થાનઃ ૨૮૩ સભ્યોનું જમ્બો માળખુ જાહેર

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામોની જાહેરાત કરી : રાજકોટ જિલ્લામાંથી દિનેશભાઈ અમૃતિયા, ચેતનભાઈ રામાણીને સ્થાનઃ પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકે મોહનભાઈ કુંડારિયા, જસુમતિબેન કોરાટ, રમેશભાઈ રૂપાપરા, ભરતભાઈ પટેલ, માંધાતાસિંહ જાડેજા, રક્ષાબેન બોળીયા, લાલજીભાઈ સાવલિયા, વી.ડી. પટેલ, જીતુભાઈ મહેતા સહિતનાઓનો સમાવેશઃ પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોમાં વિજયભાઈ રૂપાણી, ડો. વલ્લભભાઈ કથીરિયા સહિત મહાનુભાવોના નામોની જાહેરાત

રાજકોટ, તા. ૩ :. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જમ્બો કારોબારી જાહેર કરી છે. તેમાં ૭૯ કારોબારી સભ્યો ૧૫૧ આમંત્રિત સભ્યો અને ૫૩નો વિશેષ આમંત્રિત સભ્યોને લેવામાં આવ્યા છે. કુલ કારોબારીનું સંખ્યા બળ ૨૮૩ થાય છે. જેમા રાજકોટ શહેર અને જિલ્લામાંથી નીતિનભાઈ ભારદ્વાજ, ભાનુબેન બાબરિયા, મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ રૂપાપરા, ડો. વલ્લભભાઈ કથીરિયા, જીતુભાઈ મહેતા, માંધાતાસિંહ, ભરત પટેલ, ચેતન રામાણી, જસુમતિબેન કોરાટ, દિનેશભાઇ અમૃતિયા, લાલજીભાઇ સાવલીયા સહિતના આગેવાનોને કારોબારી, આમંત્રિત તથા વિશેષ આમંત્રિત સભ્યો તરીકે ગૌરવવંતુ સ્થાન મળ્યુ છે.

પ્રદેશ પ્રમુખ દ્વારા આજે કારોબારીના ૭૮ સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આઇ.કે. જાડેજા, પુનમબેન માડમ, મુળુભાઇ બેરા, હર્ષભાઇ સંઘવી, વંદનાબેન મકવાણા, ગૌતમભાઇ શાહ, બીજલબેન પટેલ, અમીબેન પરીખ, અમીતભાઇ ઠાકર, મહેન્દ્રભાઇ મશરૂ, અમોહચંદ્ર શાહ, સંગીતાબેન પાટીલ, અરજણભાઇ રબારી, ચંદ્રશેખરભાઇ દવે, ગિરીશભાઇ કોટેચા, હસમુખભાઇ કણઝારીયા, મગનભાઇ વડાવીયા, કાળુભાઇ કાકરેચા, અનિલભાઇ મહેતા સહિતનાઓનો સમાવેશ થાય છે.

જ્યારે પ્રદેશ આમંત્રિણ સભ્યોમાં રાજેશભાઇ ચુડાસમા, આત્મારામ પરમાર, બળવંતસિંહ રાજપુત, ચંદ્રેશભાઇ કોરડીયા, ડો. માયાબેન કોડનાની, નિમાબેન આચાર્ય, પ્રદિપભાઇ ખીમાણી, ભરતભાઇ પંડ્યા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), દર્શનાબેન જરદૌશ, ચીમનભાઇ સાપરીયા, મહેન્દ્રભાઇ ત્રિવેદી, બાલકૃષ્ણ શુકલ, હિરાભાઇ સોલંકી, ચુનીભાઇ ગોહેલ, પુષ્પદાન ગઢવી, વસુબેન ત્રિવેદી, દેવાણંદભાઇ સોલંકી, સનતકુમાર મોદી, વેલજીભાઇ મસાણી, હસમુખભાઇ હિંડોચા, રાઘવજીભાઇ ગડારા, દિલીપ પટેલ, અરવિંદભાઇ લાડાણી, અમદાવાદના પૂર્વ મેયર અમીતભાઇ શાહ, લાલજીભાઇ સાવલીયા, મહંત લાલદાસબાપુ, કાળુભાઇ ચાવડા, શશીકાંતભાઇ ભીમાણી, દિલીપસિંહ ચુડાસમા, છનાભાઇ કેરાલીયા, લક્ષ્મણભાઇ યાદવ, વી.ડી. પટેલ, કમલેશભાઇ રાઠોડ, નરેન્દ્રભાઇ દવે, કશ્યપ વૈષ્ણવ વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે વિશેષ આમંત્રિત સભ્યશ્રીઓમાં રાજકોટ શહેરમાંથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ,  પરસોત્તમભાઇ રૂપાલા, આર.સી. ફળદુ, નરહરી અમીન, કૌશિક પટેલ, દિલીપભાઇ સંઘાણી, સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીતુભાઇ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, જયનારાયણ વ્યાસ, બાબુભાઇ બોખીરીયા, ભરત બારોટ, ફકીરભાઇ ચૌહાણ, સુનિલભાઇ ઓઝા, વિભાવરીબેન દવે, પરેશભાઇ રાવલ, કાનાજી ઠાકોર, પરમાણંદભાઇ ખટ્ટર વગેરેનો સમાવેશ થાય છે.

(4:07 pm IST)