Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

પક્ષનાં સૈનિક તરીકે કામ કરતો રહીશઃ નવી જવાબદારી સુપેરે નિભાવીશઃ નીતિન ભારદ્વાજની કટીબધ્ધતા

ભાજપ પ્રદેશ કારોબારીમાં શહેરનાં અગ્રણી અને અનુભવીની નિમણુંકથી જબરો ઉત્સાહ

રાજકોટ તા. ૩ :.. ભાજપનાં પ્રદેશ સંગઠન દ્વારા પ્રદેશ કારોબારીનાં સભ્યોની નિમણૂંકો કરી છે. જેમાં પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને શહેર ભાજપનાં અગ્રણી તેમજ અનુભવી એવા શ્રી નિતીન ભારદ્વાજની નિમણુંક થતાં શહેર ભાજપમાં ઉત્સાહની લાગણી છવાઇ છે.

આ તકે શ્રી નિતીન ભારદ્વાજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજદિન સુધી પક્ષનાં સૈનિક તરીકે પાર્ટીએ જે જવાબદારી આપી છે. તે નિભાવી છે. હવે પ્રદેશ કારોબારીમાં નિમણૂક કરી છે. ત્યારે પાર્ટીએ જે વિશ્વાસ મૂકયો છે. તે પરિપૂર્ણ કરવા તન-મનથી પ્રયાસ કરીશ.

નોંધનીય છે કે નિતીનભાઇ સંગઠનનાં ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે તેઓ શહેર ભાજપમાં સભ્ય બન્યા ત્યારથી આંદોલનો વગેરેમાં સક્રિય ભૂમિકાઓ ભજવી છે. બાદમાં શ્રી ભારદ્વાજને શહેર પ્રમુખની મહત્વની જવાબદારી સુપ્રત કરાયેલ. ઉપરાંત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતાં. આ દરમિયાન શ્રી ભારદ્વાજને બે વખત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનની ફરજ સોંપવામાં આવેલ. અને તેઓ ચેરમેન તરીકેના આ કાર્યકાળમાં શહેરને પાણી-આરોગ્ય ક્ષેત્રે અનેક યોજનાઓની ભેટ આપી હતી.

આ ઉપરાંત શ્રી ભારદ્વાજને પ્રદેશ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર તથા જુનાગઢનાં પ્રભારીની જવાબદારી પણ સુપ્રત કરાયેલ અને તેઓએ આ દરમિયાન ચૂંટણીઓમાં, તેમની સંગઠ્ઠનને વધુ મજબુત બનાવવાની કામગીરી બજાવી હતી.

આમ શ્રી ભારદ્વાજની આ તમામ નિષ્ઠાપૂર્વકની કામગીરીની નોંધ લઇ પ્રદેશ હાઇકમાન્ડે તેઓને પ્રદેશ કારોબારીમાં સ્થાન આપતાં તેમની કામગીરીની કદર થયાનાં માગણી કાર્યકરોમાં ફેલાઇ છે.

આ તકે શ્રી ભારદ્વાજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, વિનોદ ચાવડા વગેરે પ્રદેશ મોવડી મંડળે તેઓને જે જવાબદારી સુપ્રત કરી છે. તેને સુપેરે નિભાવવા કટીબધ્ધતાં વ્યકત કરી અને પ્રદેશ સંગઠનનાં તમામ હોદેદારો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(4:10 pm IST)