Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

વોર્ડ નં. ૧૩-૧૪ માં પીળુ-વાસમારતુ પાણી વિતરણ થતાં જબ્બરો દેકારો

છેલ્લા ત્રણ દિવસથી ડહોળા પાણીની સમસ્યાઃ ફરિયાદ કરવા છતાં કોઇ ઉકેલ નહીઃ પાણીજન્ય રોગચાળાની ભીતિઃ કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર ત્થા વોર્ડ નં. ૧૪ નાં ભાજપ અગ્રણી અજીત રાજપૂત દ્વારા ઉગ્ર રજૂઆત

રાજકોટ તા. ૩: શહેરમાં વોર્ડ નં. ૧૩ અને ૧૪ માં છેલ્લા બે-ત્રણ દિવસથી પીળા કલરનું વાસ મારતું ડહોળું પાણી વિતરણ થતાં આ વોર્ડનાં લોકોમાં પાણીનો જબરો દેકારો બોલી ગયો હતો. અનેક વખત ઇજનેરોને ફરિયાદ કરવા છતાં આ સમસ્યા નહિં ઉકેલાતા હવે પાણીજન્ય રોગચાળો પ્રસરવાની ભીતી સર્જાઇ છે.

વોર્ડ નં. ૧૪ અંગે ઇજનેરને રજુઆત કરતાં અજીતસિંહ

વોર્ડ નં. ૧૪નાં લલુડી વોકડી, કેવડાવાડી, ગુંદાવાડી વિગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીળુ અને દુર્ગંધવાળું કેમીકલયુકત પાણી આવતું હોવાની ફરિયાદ આ વિસ્તારનાં ભાજપ અગ્રણી અજીતસિંહ રાજપુતને મળતાં તેઓએ આ બાબતે વોર્ડ ઇજનેરને ફરિયાદ કરી હતી આમ છતાં સમસ્યા હજુ નહિં ઉકેલાતાં ભારે રોષની લાગણી છવાઇ છે.

(4:11 pm IST)