Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કોઠારીયા સોલ્વન્ટમાંથી અભયસિંહ અને પ્રતાપને 33 હજારના દારૂ સાથે ઝડપી લેતી રાજકોટ આજીડેમ પોલીસ ટીમ

રાજકોટઃ પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકાનું પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મિણા તથા મદદનીશ પોલીસ  એચ. એલ. રાઠોડ એ દારૂ તથા જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા માટે સુચના આપેલ હોઈ આજીડેમ પીઆઇ  વી.જે.ચાવડાના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ. એમ.ડી.વાળા તેમજ આજીડેમ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. શૈલેષભાઇ ગઢવી તથા પો. કોન્સ. કુલદીપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે આરોપી અભય દિલીપસિંહ દનવર ઉ.26ને કોઠારીયા સોલ્વન્ટના તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધો છે. તેની સાથે પ્રતાપ જીલુભાઇ ખાચર ઉં.વ. ૨૮, રહે. શેરી નં. ૧૩, વૃંદાવન સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ,ને પકડી લઇ (૧)મેડોવેલ નં.૧ બોટલ નંગ- 60 કિં. રૂ, ૨૭000/ (ર) રોયલ ચેલેન્જ બોટલ નંગ-૧ર કિ.રૂ. ૬,૦૦૦ મળી કુલ  બોટલો નંગ- ૭ર  કિં રૂ ૩૩,000ની કબ્જે કરી છે.

અભયસિંહ દનવર અગાઉ પણ દારૂ જુગારમાં સંડોવાઈ ચુક્યો છે.

આ ઉપરાંત, તા. ૩/૪/૨૦૨૧ ના રાત્રીના આશરે બે વાગ્યે શીતળાધારના મહાદેવના મદિરની પાસે બંધ મકાનમાંથી રોયલ ચેલેંજની, ભારતીય બનાવટની વિદેશી દારૂની 20 નંગ બોટલ કિં.રૂ.૧૦.૦૦૦ની  મળી આવેલ હોઇ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ આજીડેમ  ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. જેની તપાસ દરમિયાન પકડાયેલ આરોપીના મિત્ર કનૈયા ચૌહાણના ભાઈનુ હોઈ તથા તેના ભાઈનુ થોડાં સમય પહેલા જ અવસાન થયેલ હોઇ મકાન બંધ હાલતમાં હોઇ કનૈયાએ મકાન ભાડા પર આપવાની વાત આ કામના આરોપી અભયસિંહને કરેલ હોવાથી આરોપીએ ૨ દિવસ પહેલા જ માસિક ભાડા પર મકાન રાખી દારૂનો સંગ્રહ કરી વૈચાણ કરવાની યોજના બનાવેલ હતી.આમ, આજીડેમ દ્વારા બને ગુનાઓ શોધી કઢાયા છે.

આ કામગીરી વી.જે.ચાવડા, PSI એમ.ડી.વાળા , Pc શૈલેષભાઇ નેચડા , કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભીખુભાઇ મૈયડ , ઉમેદભાઇ ગઢવી સહિતે કરી છે.

(9:47 pm IST)