Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટ શહેર તાલુકા પોલીસનો સપાટો : ૧૮ જેટલી ચોરી કર્યાની કબુલાત કરતા ઇસમને પકડી પાડ્યો : કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

રાજકોટ : રાજકોટ શહેર તાલુકા પોલીસનો સપાટો બોલાવ્‍યો છે.  ૧૮ જેટલી ચોરી કર્યાની કબુલાત કરતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમીશ્નર જે.એસ.ગેડમ સાહેબ દક્ષિણ વિભાગ તથા એ.સી.પી. કાઇમ ડી.વી.બસીયા સાહેબ તથા પો.ઇન્સ શ્રી જે.વી.ધોળા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર રાજકોટ તાલુકા પો.સ્ટે ના પો.ઇન્સ જે.વી.ધોળા તથા પો.સબ.ઇન્સ વી.પી.આહીર તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તાર મા પેટ્રોલીગમા હતા દરમિયાન સાથેના એ.એસ.આઇ આર.બી.જાડેજા તથા પો.હેડ કોન્સ મોહસીનખાન એમ.મલેક તથા પો.કોન્સ અમીનભાઇ જી. ભલુર તથા પો.કોન્સ અરજણભાઇ ઓડેદારા નાઓને ચોકકસ હકિકત બાતમી હકિકત મળેલ કે જીવરાજ પાર્ક અંબીકા ટાઉન શીપ રોડ પર એક ઇસમ શંકાસ્પદ હાલતમા વાહન ની ડેકી ફંફોળતો હોય તેવી હકિકત ના આધાર ત્યા જઇ તપાસ કરતા એક ઇસમ નુ નામઠામ  પુછતા સુરક્ષા કવચ એપ્લીકેશન સર્ચ કરતા ઇસમ અગાઉ ચોરીમાં પકડાયેલ હોય તેવી માહીતી મળી આવતા ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.

 ચોરી કરનાર  નિકુજ ઉર્ફ જીગો સુનીલભાઇ ચોટલીયા જાતે કુભાર ઉવ.૨૬ રહે. "યાદવ ભુવન" મકાન રૈયા રોડ જીવનનગર શેરી નં ૫ બંધ શેરી રાજકોટ રહે છે.

મુદામાલ :-

(૧) અલગ અલગ મોટર સાયકલ ની ચાવીઓ કુલ -૫ કિ.રૂ ૦૦/00

(૨) એક રેડમી કંપનીનો સ્માર્ટ ફોન કિ.રૂ ૪૦૦૦/-

(૩) રોકડા રૂ.૭૦૦૦/-

(૪) એક હોન્ડા કંપનીનુ એકટીવા મોટર સાયકલ જેના રજી. નં જીજે/0૩/એફએન/૩૪૨૫ કિ.રૂ ૩૫૦૦૦/- ચોરીની

ચોરીની વિગત :-

(૧) આશરે એકાદ વર્ષ પહેલા બહુમાળી ભવન પાસે આવેલ શીલવર નેસ્ટ એપામેન્ટ પાકીંગમાથી એકટીવા મો.સા ની ડેકી તોડી રૂ ૪૦૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૨) આશરે નવ મહીના પહેલા જુબલી ચોક પાસે સેન્ટ્રલ બેન્કાના ખુણા પાસેથી એક એકટીવા

મો.સાની ડેકી તોડી એક પાસપોર્ટ તથા રોકડાની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૩) આશરે નવ મહીના પહેલા કોટેચા ચોક પાસે સોરાષ્ટ્ર હાઇસ્કુલ પાસેથી એકટીવા મો.સા માથી રૂ ૫૦,૦૦૦/- ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૪) આશરે આઠેક મહીના અગાઉ એસ્ટ્રોન ચોક રામદેવ મોબાઇલની બાજુના કોમ્પલેકક્ષ ના પાર્ટીંગમાથી મો.સાની ડેકી તોડી એક સોનાનો ચેઇન અને એક મંગળસુત્ર ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૫) આશરે છ મહીના પહેલા લીમડા ચોક પાસે આવી વીશાલ ટ્રાવેલ્સ ઓફીસ પાસે આવેલ કોમ્પલેકક્ષના પાર્કીગમાથી એવીયેટર મો.સાની ડેકી તોડી રોકડા રૂપીયા ચોરી કરેલ ની કબુલાત આપે છે.

(૬) આશરે છ મહીના પહેલા ત્રીકોણ બાગ પાસે થી ધનરાજ હોટલ વાડી શેરી માથી એકટીવા મો.સાની ડેકી તોડી ચાદીના ઝાઝરા ની ચોરી કરેલ ની કબુલાત આપે છે.

(૭) આશરે ચાર મહીના પહેલા ૧૫૦ ફુટ રીગ રોડ આવેલ ગોકુલ મથુરા એપામેન્ટ બાજુના કોમ્પલેકક્ષ ના પાર્કીંગ માથી એકટીવા મો.સાની ડેકી તોડી રોકડા રૂપીયા ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૮) આશરે ચાર મહીના પહેલા રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલ પ્રાઇડ એમપાયર બીલ્ડીંગ ના પાર્કીગમાથી રોડકા રૂપીયાની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

(૯) આશરે ત્રણ મહીના પહેલા સયાજી હોટલ પાસે આશુતોષ પાર્ટી પ્લોટ સામેના પાર્કીંગમાથી એકટીવા મો.સાની ડેકી તોડી રોકડા રૂ ૩૦,૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૦) આશરે ત્રણ મહીના પહેલા સયાજી હોટલ પાસે આશુતોષ પાર્ટી પ્લોટ સામેના પાકીંગમાથી એકટીવા મો.સાની ડેકી તોડી સોનાના બુટીયા ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૧) આશરે અઢી મહીના પહેલા ૧૫૦ ફુટ રીગ રોડ પુનીતના ટાકા સામે ડીએચજે ના કારખાના વાડી શેરીમાથી એકટીવા મો.સાની ડેકી તોડી રોકડા રૂ ૭૦,૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત

આપેલ છે.

(૧૨) આશરે દોઢક મહીના પહેલા સ્ટ્રલીગ હોસ્પીટલ ના પાકીગમાથી એકટીવા મો.સા ની ડેકી તોડી બે મોબાઇલ ફોનની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૩) આશરે દોઢ મહીના પહેલા કાલાવડ રોડ ફાસટેક શો રૂમ પાસેથી એકટીવા મો.સાની ડેકી તોડી રૂ ૫૧૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૪) આશરે ૨૫ દિવસ પહેલા વાણીયા વાડી જલારામ ચોક પટેલ વાડી પાસે એકટીવા મો.સા ની ડેકી તોડી આશરે રૂ ૧૫૦૦૦/- ની ચોરી કરેલ નુ કબુલાત આપેલ છે.

(૧૫) આશરે ૧૫ દિવસ પહેલા બીગ બજાર પાસે આવેલ આરએમસી વોર્ડ ઓફીસ પાસે થી એકટીવાની ડેકી તોડી રૂ ૫૫૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૬) આશરે ૭ દિવસ પહેલા રૈયા ચોકડી પાસે આવેલ ધરબસાકે દેખો નામની દુકાન પાસેથી એકટીવાની ડેકી તોડી રોકડા રૂપીયાની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૭) આશરે ૭ દિવસ પહેલા રૈયા રોડ બાપાસીતારામ ચોક નજીક કોમ્પલેકક્ષના પાકીમાથી એકટીવા મો.સા ની ડેકી તોડી રૂ ૧૨૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

(૧૮) આશરે ૭ દિવસ પહેલા અરપોર્ટ ફાટકની બાજુમા રાજકુતી એપામેન્ટ પાસે પાર્ક કરેલ એકટીવા મો.સા તોડી રૂ ૧૫૦૦૦/- ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે.

સુરક્ષા કવચ એપ્લીકેશનમા સર્ચ કરતા સદરહુ ઇસમ ગાધીગામ પોલીસ સ્ટેશનનો એમ.સી.આર છેઇ

પોકેટ કોપ મોબાઇલ મા સર્ચ કરી આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:-

(૧) પ્ર.નગર પો.સ્ટે ફ.ગુરન ૪૨/૨૦૧૮ આઇ.પી.સી કલમ ૩૭૯

(૨) ભકિતનગર પો.સ્ટે ફ.ગુરન ૮૫/૨૦૧૮ આઇ.પી.સી કલમ ૩૭૯,૧૧૪

(૩) માલવીયાનગર પો.સ્ટે ફ-ગુરન ૧૨૫/૨૦૧૭ આઇ.પી.સી કલમ ૩૭૯

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી- પો.ઇન્સ જે.વી.ધોળા તથા પો.સબ.ઇન્સ વી.પી.આહીર તથા એ.એસ.આઇ આર.બી.જાડેજા તથા પો.હેડ કોન્સ મોહશીનખાન તથા પો.કોન્સ અમીનભાઇ તથા પો.કોન્સ હર્ષરાજસિંહ તથા પો.કોન્સ હરસુરભાઇ તથા પો.કોન્સ અરજણભાઇ ઓડેદારા તથા પો.કોન્સ ધર્મરાજસિંહ રાણા તથા પો.કોન્સ મનીષભાઇ સોઢીયા તેવું જાણવા મળેલ છે.

(11:18 pm IST)