Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાજકોટઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતા પુર્વક અને સિધ્ધિભર્યા સાત વર્ષ પુર્ણ થયા છે તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અગાઉ રાજકોટ તાલુકાનાં મહિકા ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીતના માર્ગદર્શન હેઠળ સેવા હી સંગઠન શિર્ષક હેઠળ રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનીષભાઇ ચાંગેલા, મનસુખભાઇ રામાણી તેમજ રાજકોટ તાલુકા પ્રમુખ બાબુભાઇ નસીત, મહામંત્રી ગૌરવસીંહ જાડેજા, હિતેશભાઇ ચાવડા તેમજ રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનભાઇ પાણ, પ્રદેશ યુવા મોરચા કારોબારી સભ્ય સતીશભાઇ શીંગાળા, મહિકા ગામના સરપંચ બાબુભાઇ પટેલ અને રાજકોટ તાલુકા યુવા ભાજપની ટીમ ગૌતમ બારસીયા, આકાશ રવૈયા, અજય મોલિયા, વિમલ ખંડવીના સુરેજા, કાનો ભરવાડ સહિતના એ જહેમત ઉઠાવી હતી. ઉપરોકત કાર્યક્રમની વ્યવસ્થા રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કરણ લાવડિયાનાં માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(11:58 am IST)