Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજકોટમાં આજે ૩ મોતઃ નવા ૧૭ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૨ પૈકી એક પણ કોવીડ ડેથ થયુ નથીઃ શહેરનો કુલ આંક ૪૨,૧૭૩એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૧,૪૬૧ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૩૫ ટકા થયો

રાજકોટ તા. ૩: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૩નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૩નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના  ૩  દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૨ પૈકી એકેય મૃત્યુ કોરોનાને કારણે નથી થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૫૫૮૭ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૭ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૭  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૧૭૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૧,૪૬૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૪૪૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૩૯ ટકા થયો  હતો. જયારે ૧૮ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૪૭,૧૩૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૧૭૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૬૭ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૩૫ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૫૨૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:12 pm IST)