Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખપદે મનોજ રાઠોડ

રાજકોટ તા. ૩ : રાજકોટજિલ્લા ભાજપ અનુસુચિત મોરચાના પ્રમુખ તરીકે લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજભાઇ રાઠોડની વરણી થતા રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાએ આવકારી શુભેચ્છા પાઠવી છે. વ્યવસાયે ખેડુત પુત્ર એવા મનોજભાઇ  યુવા ભાજપ ઉપપ્રમુખની જવાબદારી સુપેરે નિભાવી ચુકયા છે. લોધીકા તાલુકા ભાજપ મંત્રી રહી ચુકયા છે અને લોધીકા તાલુકા પંચાયત પ્રમુખપદે સૌથી નાની વયના પ્રમુખ બન્યાનું ગૌરવ મેળવેલ. તા.પં. સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ મહત્વપૂર્ણ કામગીરી કરેલ. તેઓની હાલ રાજકોટ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે વરણી થતા ઠેરઠેરથી શુભેચ્છા મળી રહી છે. તેમના મો. ૯૮૨૪૨ ૫૧૬૬૩ છે.

(3:11 pm IST)