Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વોર્ડ નં.૪: ખોડીયાર-૨, વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતમુર્હૂત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં. ૦૪માં ખોડીયાર-૨, રદ્યુવીર પાન વાળી શેરીમાં રોડના બંને સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયાના વરદ્ હસ્તે કરાયું. આ કામગીરી વોર્ડના કોર્પોરેટર કંકુબેન કાનાભાઈ ઉધરેજાની ગ્રાન્ટમાંથી આશરે રૂ.૧.૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં. ૪ ના કોર્પોરેટરો પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, કંકુબેન કાનાભાઈ ઉધરેજા અને નયનાબેન પીઠડીયા તેમજ વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા અને દિનેશભાઈ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રવિભાઈ ગોહેલ, વોર્ડના ઉપપ્રમુખ દિવ્યેશ રામાણી, સ્થાનિક મનસુખભાઈ લીંબાસીયા, રસિકભાઈ પટેલ, જીલુભાઈ ગરચર, મુકેશભાઈ પંચાલ, ભરતભાઈ અણદાણી, નયનાબેન માલી તથા તમામ આગેવાનો સહીત વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)