Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઝીંકેલો તોતીંગ પરીક્ષા ફી વધારો રદ્દ

અનુસ્નાતક કક્ષાની પરીક્ષા રાબેતા મુજબ લેવાના મળતા નિર્દેશો

રાજકોટ, તા. ૩ : કોરોના મહામારીમાં તમામ ક્ષેત્રે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોંઘવારી વધી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફીમાં કરવામાં આવેલો વધારો ભારે ઉહાપો બાદ રદ્દ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિવિધ પરીક્ષાઓમાં અંદાજે ૫ થી ૧૫%નો ફી વધારો કરવામાં આવ્યો હતો. હાલ કોરોના કાળમાં વાલીઓ માટે આર્થિક ક્ષેત્રે ખૂબ કપરો કાળ હોય છતાં ફી વધારો ઝીંકવામાં આવ્યો હતો. સમાજના વિવિધ ક્ષેત્રમાંથી ફીનો વિરોધ થતાં આખરે ફી વધારો તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવ્યો છે. દરમિયાન અનુસ્નાતક કક્ષાની પરીક્ષા રાબેતા મુજબ લેવાનાર હોવાનું જાણવા મળે છે.

(4:19 pm IST)