Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજકોટ શહેર જીલ્લા તથા જુનાગઢ, જામનગર વિસ્તારમાંથી મોટર સાયકલ તથા મોબાઇલ ચોરી કરનાર બે શખ્સોને ૧૨ મોટર સાયકલ તથા ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

રાજકોટ: રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ ચોક્કસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે બે ઇસમોને રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા તથા જુનાગઢ તથા જામનગર વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરનાર ને ૧૨ મો.સા. તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨,૫૧,૦૦૦/- ના મુદામાલ સાથે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામેથી પકડી મો.સા. ચોરીના વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે.

પકડવામાં આવેલા શખ્સોના નામ: (૧) ઘનશ્યામ સવજીભાઇ દુધાત પટેલ (ઉ.વ. ૨૬ ધંધો- છુટક મજુરી રહે- હાલ- ગુંદાળા ગામ તા. ગોંડલ જી. રાજકોટ મુળ- જંગવડ ગામ તા. જસદણ જી. રાજકોટ) તથા (૨) રમેશ કાંતીભાઇ ડાંગરોચીયા દેવીપુજક (ઉ.વ. ૨૧ રહે- ધ્રોલ, બસ સ્ટેશન પાસે જી. જામનગર) છે.

કબજે કરેલ મુદામાલ: ૧૨ મો.સા. કિ.રૂ. ૨,૩૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ- ૫ કિ. રૂ. ૧૯,૦૦૦, બે મેગવ્હીલ વાળા ટાયર કિ.રૂ. ૨૦૦૦, કુલ રૂપીયા ૨,૫૧,૦૦૦નો મુદ્દામાલ.

આરોપીઓએ કરેલ કબુલાત

આજથી બે વર્ષ પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે રાજકોટ શહેર પાસે આવેલ નવાગામ ગામ પાસેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે. ફ.ગુ.ર.નંબર ૧૧૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૭૯)

આજથી વીસ દિવસ પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના વાસાવડ ગામેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (ગોંડલ તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નંબર૧૧૨૧૩૦૧૬૨૧૦૪૦૩૪૨૧ ઇ.પી.કો. કલમ- ૩૭૯)

આજથી પંદર દિવસ પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ તથા રમેશભાઇ કાંતીભાઇ ડામરોચીયા દેવીપુજક રહે- ધ્રોલ, બસ સ્ટેશન પાસે જી. જામનગર વાળા એમ બંન્ને એ રાત્રીના સમયે રાજકોટ સરકારી દવાખાના ખાતેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નંબર- ૧૧૨૦૮૦૪૪૨૧૨૩૧૯/૨૧ ઇ.પી.કો. કલમ- ૩૭૯)

આજથી આઠેક દિવસ પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે ગોંડલ ગુંદાળા ચોકડી પાસે આવેલ બ્રહમાણીનગર સોસાયટીમાંથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (ગોંડલ સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નંબર ૧૧૨૧૩૦૧૫૨૧૦૫૧૮/૨૧ ઇ.પી.કો. કલમ- ૩૭૯)

આજથી નવેક મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ તથા રમેશભાઇ કાંતીભાઇ ડામરોચીયા દેવીપુજક રહે- ધ્રોલ, બસ સ્ટેશન પાસે જી. જામનગર વાળાએ એમ બંન્ને એ રાત્રીના સમયે ધ્રોલ, ખારવા રોડ ખાતેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી છ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપરથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી છ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ તથા રમેશભાઇ કાંતીભાઇ ડામરોચીયા દેવીપુજક રહે- ધ્રોલ, બસ સ્ટેશન પાસે જી. જામનગર વાળા એમ બંન્ને એ રાત્રીના સમયે જુનાગઢ સરકારી દવાખાના ખાતેથી એક બજાજ પ્લેટીના મોટર સાયકલ ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી પાંચેક મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ તથા રમેશભાઇ કાંતીભાઇ ડામરોચીયા દેવીપુજક રહે- ધ્રોલ, બસ સ્ટેશન પાસે જી. જામનગર વાળા એમ બંન્ને એ રાત્રીના સમયે રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાંથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી પાંચ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ તથા રમેશભાઇ કાંતીભાઇ ડામરોચીયા દેવીપુજક રહે- ધ્રોલ, બસ સ્ટેશન પાસે જી. જામનગર વાળા એમ બંન્ને એ રાત્રીના સમયે જસદણ સરકારી દવાખાના પાસેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે. અને આ મો.સા. ના મેગવ્હીલ વાળા ટાયર કાઢી ગુંદાળા ગામ પાસે આવેલ ખીમોરી તળાવમાં નાખી દીધેલ હતું.

આજથી ચારેક મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ જસદણ વાળાએ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી ચારેક મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે રાજકોટ શહેર પાસે આવેલ કુવાડવા ગામ પાસેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપે છે.

આજથી ત્રણ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે આટકોટ પાસે સાણથલી ગામે, રામાપીરના મંદિર સામેથી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી ત્રણ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના બંધિયા ગામે, બસ સ્ટેશન પાસે થી એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરના મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપેલ છે. આજથી ત્રણ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ગામે આપા ગીગા હોટલ પાસેથી એક ટ્રકની કેબીનમાંથી એક સેમસંગ તથા એક એપલ

 

મોબાઇલ ફોનની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી છ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ અંકલેશ્વર પાસે સહયોગ હોટલ પાસેથી એક ટ્રકની કેબીનમાંથી એક ઓપો મોબાઇલ ફોનની ચોરી કરેલની કબુલાત આપેલ | છે.

આજથી ચાર મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ તારાપુર ચોકડી પાસે એપેક્ષ હોટલ પાસેથી એક ટ્રકની કેબીનમાંથી એક ઓપો મોબાઇલ ફોનની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આજથી ત્રણ મહિના પહેલા ઘનશ્યામ સવજીભાઇ દુધાત રહે- જંગવડ તા. જસદણ વાળાએ બગોદરા પાસે આવેલ વહિવટ હોટલ પાસેથી એક ટ્રકની કેબીનમાંથી ઓપો મોબાઇલ ફોનની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આ કામગીરી  રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ તથા પો. સબ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી,અમીતસિંહ જાડેજા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, મેહુલભાઇ બારોટ, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર, અનિરૂધ્ધસિંહ જાડેજા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(7:56 pm IST)