Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

લાઇટ હાઉસ પ્રોજેકટનાં લાભાર્થીઓ ર૦રરમાં ફર્નીચર સાથેનાં ફલેટમાં રહેવા જઇ શકશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મ.ન.પા.ની સ્માર્ટ સીટી આવાસ પ્રોજેકટનું 'ડ્રોન' દ્વારા નિરીક્ષણ કર્યુ

રાજકોટ તા. ૩ :..  મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા લાઈટહાઉસ પ્રોજેકટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ  કર્યું હતુ. આ પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના  હસ્તે જાન્યુઆરી,૨૦૨૧માં કરવામાં આવ્યુ હતુ. આ અવસરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેકટનું કામ વર્ષ ૨૦૨૨માં પુર્ણ થશે.

ભારત દેશના પ્રધાનમંત્રી  દ્વારા વર્ષ૨૦૨૨ સુધીમાં સૌને દ્યરનું દ્યર મળી રહે તે માટે સને ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવેલ છે.સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ દ્યટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે.સને-૨૦૨૨ સુધીમાં સૌને દ્યરનું દ્યર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે.જે ધ્યાને લેતા, દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકી સાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ.જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈટહાઉસ પ્રોજેકટ બની રહેલ છે.

આજ તા.૦૩ના રોજ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ લાઈટહાઉસ પ્રોજેકટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રોજેકટની પ્રગતિ વિશે માહિતી મેળવેલ. આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અમૃત અભિજાત, કેન્દ્ર સરકારના હાઉસિંગ વિભાગના ડાયરેકટર રાજકુમાર ગૌતમ, રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્ર તથા એજન્સીના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

વિશેષમાં, કેન્દ્ર સરકારશ્રીના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલીત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમાં અનુકુળ એવી ૫૪ ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ.આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેકટ અંતર્ગત સમગ્ર દેશમાં ફકત ૬ શહેરો રાજકોટ(ગુજરાત), લખનઉ(મધ્યપ્રદેશ), રાંચી(ઝારખંડ), અગ્રતલા(ત્રિપુરા), ઇન્દોર(મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ(તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેકટ અંતર્ગત ઉપરોકત ૬ શહેરોમાં ૬ જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવામાં આવશે.જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કામગીરી શરૂ કરેલ.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં.૩૨માં ૪૫ મી. રોડ પર આ પ્રોજેકટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય,આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં ૨ રૂમ,લીવીંગ રૂમ,રસોડું,ટોઇલેટ-બાથરૂમ,વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ,કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ,કમ્પાઉન્ડ વોલ,સોલાર સ્ટ્રીટ લાઈટ,રેઇન વોટર હાવર્િેસ્ટંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

(3:57 pm IST)