Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ખોડિયારનગરમાં પિતા-પુત્રને બાઇક સહિત પછાડી દઇ વાઘજી સહિતે લાકડીથી ફટકાર્યા

ઘરેથી કરિયાણાની દૂકાને જતા'તા ત્યારે રસ્તામાં બનાવ

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે ખોડિયારનગરમાં રહેતાં અને કરિયાણાની દૂકાન ચલાવતાં પિતા-પુત્ર સાંજે ચારેક વાગ્યે ઘરેથી નજીકમાં આવેલી પોતાની દૂકાને બાઇક પર જતાં હતાં ત્યારે રસ્તામાં ભરવાડ શખ્સ સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડીથી માર મારતાં સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ખોડિયારનગર-૧માં રહેતાં વિઠ્ઠલભાઇ દામજીભાઇ કુમારખાણીયા (ઉ.વ.૫૦) અને પુત્ર યોગેશ વિઠ્ઠલભાઇ કુમારખાણીયા (ઉ.વ.૨૮) સાંજે ઘરેથી દૂકાને જવા નીકળ્યા ત્યારે રસ્તામાં વાઘજી ભરવાડે બાઇક સાથે બાઇક અથડાવી પિતા-પુત્રને પછાડી દેતાં તેને ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં વાઘજીએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી બીજા શખ્સોને બોલાવી બંનેને લાકડીથી માર મારતાં સિવિલમાં ખસેડાયા હતાં. વિઠ્ઠલભાઇના કહેવા મુજબ કારણ વગર જ પોતાને અને પુત્રને મારકુટ કરી લેવામાં આવી હતી. ાલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

ગંજીવાડાના દિવ્યરાજસિંહે હાથમાં બ્લેડથી કાપા માર્યા

ગંજીવાડા-૧માં રહેતાં દિવ્યરાજસિંહ  ભરતસિંહ સોઢા (ઉ.વ.૨૨)એ સાંજે છએક વાગ્યે રણછોડનગર-૪ કડવા ભનુ રોડ પર પોતાની જાતે હાથ પર બ્લેડથી કાપા મારી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પ્રાથમિક સારવાર લઇ તે રજા લઇ જતો રહ્યો હતો.

(1:03 pm IST)