Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ધો.૬ થી અનુસ્નાતક સુધીનું શિક્ષણ મેળવવા તથા સંશોધન માટે સ્કોલરશીપ-એવોર્ડ

ધો.૬ થી ૧૨ સુધી, ડીપ્લોમા-ડીગ્રી, સ્નાતક-અનુસ્નાતક (પ્રોફેશલ-નોનપ્રોફેશનલ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત એવોર્ડ : બી.ઇ બી.ટેક તથા એમ.ઇ એમ.ટેક ડીગ્રીધારકો માટે રીસર્ચ ફેલોશીપ ઉપલબ્ધ

રાજકોટ તા.૩ : ઉચ્ચશિક્ષણ, ઇન્ટેલીજન્સી માહિતી, સચોટ અને સમાજોપયોગી જ્ઞાનનો વિશ્વમાં કોઇ જ વિકલ્પ નથી. આ તમામના સહારે આજનું યુવાધન અને વિદ્યાર્થીઓ પોતાને મનગમતી કારકિર્દી બનાવી શકે છે. માનમોભો અને પ્રતિષ્ઠા મેળવીને સમાજની સેવા પણ કરી શકે છે. હાલમાં વિવિધકક્ષાનું શિક્ષણ મેળવવા તથા ઉપયોગી સંશોધન કરવા માટે અલગ અલગ શિષ્યવૃતિઓ અને ફેલોશીપ ઉપલબ્ધ છે. આ તમામ ઉપર એક નજર કરીએ તો...

. નેશનલ સ્કોલરશીપ સ્કીમ (સમાધાન) એચઆરડીએમ (૨૦૨૧) અંતર્ગત ૧૬ થી ૪૦ વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓ કે જેઓ ધો.૧૦, ૧૨ સ્નાતક, અનુસ્નાતક, કોઇપણ ડીગ્રી અથવા ડીપ્લોમાની લાયકાત ધરાવતા હોય તેઓને લાભ મળે છે. આ ડીજીટલ ઇન્ડિયાની એક પહેલ છે કે જે ઓનલાઇન પરીક્ષા પરિણામોના પ્રોસેસીંગ સહાયને ઘટાડે છે તથા તેજસ્વી વિદ્યાર્થીઓને બની શકે તેટલી જલ્દી સ્કોલરશીપ આપવામાં મદદ કરે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને વેરીયેબલ એવોર્ડસ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

૧૬ થી ૪૦ વર્ષના જે વિદ્યાર્થીઓએ ધો.૧૦-૧૨ સ્નાનક, અનુસ્નાતક, અન્ય કોઇપણ ડીગ્રી અથવા ડીપ્લોમાની કોઇપણ એક અથવા તો એકથી વધારે ડીગ્રી મેળવેલ હોય તેઓ તારીખ ૧૫-૭-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/shr7

. DRDO-ITR  ચાંદીપુર જૂનિયર રીસર્ચ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત બીઇ,બીટેક,એમઇ, એમટેક ડીગ્રી ધારકોને ફેલોશીપ આપવામાં આવે છે. માત્ર ઇમેઇલ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ ૯-૭-૨૦૨૧ છે.પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા અને એચઆરએ તથા નિયમ મુજબ તબીબી સુવિધાઓ મળવાપાત્ર થશે.

. અરજી કરવા માટેની પાત્રતા

૨૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા જે ઉમેદવારો પાસે સ્નાતક તથા અનુસ્નાતક એમ બંને કક્ષાએ ગેટના માન્ય સ્કોર સાથે અને પ્રથમ વર્ગ સાથે બીઇ, બીટેક અથવા એમઇ, એમટેકની ડીગ્રી હોય તેઓ અરજીપાત્ર છે.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/DRR2

. એચડીએફસી બેંક પરિવર્તન્સ ઇસીએસ સ્કોલરશીપ ૨૦૨૧-૨૨ અંતર્ગત ધોરણ ૬ થી લઇને અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે છે. આ સ્કોલરશીપ સમાજના વંચીત વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપવા માટે છે અથવા તો મેરીટ કમ મીન્સ કે પછી પરિવારની આર્થિક સ્થિતિ - જરૂરિયાતના આધારે આપવામાં આવશે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૭૫ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૭-૨૦૨૧ છે.

. અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય નાગરીકો વિદ્યાર્થીઓ ધો.૬ થી ધો.૧૨ વચ્ચે કોઇપણ કક્ષામાં, ડીપ્લોમા, સ્નાતક અથવા તો અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ લેતા હોવા જોઇએ. આમા પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્ષ પણ સામેલ છે.

મેરીટ કમ મીન્સ આધારીત સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓ પોતાની છેલ્લી યોગ્યતા પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે પાસ થયેલ હોવા જોઇએ અને તેઓના પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઇએ. જો કે નીડ બેઝડ સ્કોલરશીપએ વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન કોઇ ઘટનાને કારણે વ્યકિતગત અથવા તો પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય જેને કારણે તેઓનું શિક્ષણ અટકી જવાનુ જોખમ હોય અથવા તો તેઓ શિક્ષણનો ખર્ચ ઉઠાવવા અસમર્થ હોય.

અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/HEC9

જીવનોપયોગી તથા ઉચ્ચ શિક્ષણ મેળવીને સોનેરી ભવિષ્ય બનાવવા માટે હાલમાં વિવિધ સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નિતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(3:12 pm IST)