Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

દુધ ઉત્પાદક સંઘના પેન્શનરો દ્વારા સાંસદને રજુઆત

રાજકોટ : ઇ.પી.એફ. ૯૫ યોજના મુજબ હાલ ઓછુ પેન્શન મળી રહ્યાની રાવ સાથે રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ પેન્શનર એસોસીએશન દ્વારા સાંસદ રામભાઇ મોકરીયાને આવેદનપત્ર પાઠવી  ન્યાય અપાવવા રજુઆત કરવામાં આવી હતી. આ પેન્શનરોએ જણાવેલ કે અમારી ૨૫ થી ૩૫ વર્ષથી નોકરી દરમિયાન જમા થયેલ પેન્શન ફંડની ગણતરી સામે  દર મહિને ૩૦૦ થી ૨૫૦૦ સુધી પેન્શન મળે છે. છેલ્લા ચારકે વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના અધ્યક્ષ તરફથી ભારત સરકારને કરાયેલ રજુઆત તેમજ સાંસદ હેમામાલીનીજીના માધ્યમથી શ્રી મોદીજીને કરાયેલ રજુઆત બાદ પણ પેન્શનમાં કોઇ વધારો કરાયો નથી. ત્યારે આ અન્યાય દુર કરવા હવે સાંસદ રામભાઇ મોકરીયાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ. આ રજુઆત સમયે ડેરીના પ્રતિનિધિઓ સર્વશ્રી એમ. એમ. ભટ્ટ, કે. બી. વાળા, મજીદભાઇ ડોડીયા, એમ. જી. બક્ષી, બી. એચ. દવે, એન. એ. પરમાર વગેરે સાથે રહ્યા હતા.

(3:15 pm IST)