Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સ્કૂલના પડતર બાથરૂમમાં સગીરા પર દૂષ્કર્મ આચરનાર પકડાયોઃ એ પણ સગીર નીકળ્યો

મહિલા પોલીસે સુરત પંથકના આરોપીને તેના પિતાની હાજરીમાં અટકાયતમાં લઇ કાર્યવાહી

રાજકોટ તા. ૩: રણછોડનગર વિસ્તારમાં આવેલી શાળાના પડતર બાથરૂમમાં સગીરાને લઇ જઇ બે વખત દૂષ્કર્મ આચરી લેનારા સુરત પંથકના સગીરની આજે મહિલા પોલીસે તેના પિતાની હાજરીમાં અટકાયત કરી હતી.

શહેરની એક સગીરા તેની બહેનપણીના ઘરે જતી હોઇ બહેનપણીના પિત્રાઇ ભાઇનો સુરતથી ફોન આવતો હોઇ સગીરા પણ બહેનપણીના ભાઇ સાથે વાતો કરતી હતી. એ પછી બંને વચ્ચે ઓળખ થઇ હતી. સુરતથી આવેલા બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપી સગીરાની બહેનપણી જ્યાં રહે છે એ શાળાના કમ્પાઉન્માં આવેલા પડતર બાથરૂમમાં લઇ જઇ બળાત્કાર ગુજારી લીધો હતો.

ત્યારબાદ સગીરાને બહેનપણીના ભાઇએ ફોન કરી સુરત આવી જવા કહેતાં સગીરા ઘરેથી ભાગી સુરત પહોંચી ગઇ હતી. પરંતુ એ પછી તેણે હવે તું તારા રસ્તે એમ કહી દીધું હતું. સગીરા પરત આવ્યા બાદ બાળત્કારનો ગુનો દાખલ થયો હતો. આરોપી પણ સગીર હોઇ પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ એ. જે. લાઠીયા, એએસઆઇ હિતેન્દ્રભાઇ ગઢવી, એએસઆઇ દિવ્યાબેન એવીયા, કોન્સ. હસમુખભાઇ બાલધાએ સગીરની તેના પિતાની હાજરીમાં અટકાયત કરી હતી.

(3:55 pm IST)