Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

લ્‍યો બોલો...જ્‍યુબીલી પાસેથી ટપાલીની ટપાલો-પાર્સલના થેલા-મોબાઇલ સાથેની સાઇકલ ચોરાઇ ગઇ

હેડ પોસ્‍ટ ઓફિસના પોસ્‍ટમેન હિતેન્‍દ્રભાઇ રામાવતે નોંધાવી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટઃ જ્‍યુબીલી બાગ ચોક પાસે ટપાલી પોતાની સાયકલ ઉભી રાખી એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે ટપાલ આપવા ગયા અને પાછા આવ્‍યા ત્‍યાં તેમની ટપાલો, પાર્સલો, મોબાઇલ સહિતની ચીજવસ્‍તુ સાથેના થેલા સહિતની સાયકલ કોઇ ચોરી જતાં ફરિયાદ નોંધાવી છે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે મવડી પ્‍લોટ ઉદયનગર-૨ શેરી નં. ૬માં રહેતાં અને હેડ પોસ્‍ટ ઓફિસમાં પોસ્‍ટમેન તરીકે નોકરી કરતાં હિતેન્‍દ્રભાઇ દલપતરામ રામાવત (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે. ટપાલી હિતેન્‍દ્રભાઇ તા. ૧/૭ના સવારે સવા અગિયારેક વાગ્‍યે પોતાની હીરો કંપનીની સાયકલમાં ટપાલ, રજીસ્‍ટર પાર્સલ, સ્‍પીડ પોસ્‍ટ આર્ટીકલ સહિતની ચીજવસ્‍તુ જે તે લોકોના એડ્રેસ પર પહોંચાડવા નીકળ્‍યા હતાં. સાથે પોસ્‍ટ વિભાગે આપેલો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન પણ હતો. આ બધી ચીજવસ્‍તુ કાપડના થેલામાં મુકી હતી. પોતે જ્‍યુબીલી ચોક પાસે સ્‍ટર્લિંગ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે એક ટપાલ આપવા ગયા અને પાછા આવ્‍યા ત્‍યાં સાયકલ જોવા મી નહોતી. સાથે ટપાલ, પાર્સલોનો થેલો પણ ગાયબ હતો. ૧હ જારની સાયકલ, ૭ હજારનો ફોન સહિતની ચીજવસ્‍તુ ચોરાઇ જતાં શોધખોળ બાદ એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:57 am IST)