Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

શહેરમાં નવા ફલાય ઓવરબ્રીજ માટે વધુ એક વખત ટેન્ડર

રાજકોટ તા. ર :.. શહેરમાં ૧પ૦ રીંગ રોડ ઉપર ત્રણ ઉપરાંત સોરઠીયાવાડી ચોક વગેરે સહિતનાં ઓવર-બ્રીજો માટે સતત ત્રીજી વખત મ.ન.પા. દ્વારા ટેન્ડરો પ્રસિધ્ધ થયા છે.

આ અંગે સત્તાવાર વિગતો મુજબ રાજય સરકારની સહાયથી ૧પ૦ રીંગ રોડ ઉપર નાના મૌવા ચોકડી, રામાપીર ચોકડી, સોરઠીયાવાડી સર્કલ અને કાલાવડ રોડ, કે. કે. વી. ચોકમાં ડબલ ડેકર ફલાય ઓવર બ્રીજનાં નિર્માણ માટે ર૩૦ કરોડનો પ્રોજેકટ છે. આ પ્રોજેકટ અન્વયે અગાઉ આ બ્રીજો માટે ટેન્ડરો પ્રસિધ્ધ થયા હતાં. પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. આથી હવે વધુ એક વખત આ બ્રીજ માટે ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે.

નોંધનીય છે કે આ નવા ફલાય ઓવર બ્રિજો માટે સરકારે ર૩ કરોડનું ફંડ પણ આપી દીધુ છે ત્યારે હવે આ વખતે કોઇ ટેન્ડર મંજૂર થશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

(3:35 pm IST)