Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજકોટ શહેર-જીલ્લામાં બપોર સુધીમાં ૮ દિ'માં ૧પર૦ ખેડૂતોએ મગફળી વેંચી : સરકારે ર૮ લાખ કિલો ખરીદી : એક રૂપિયો ચૂકવ્યો નથી !!

રાજયભરમાં ૧ કરોડ ૩ લાખ કિલો મગફળી લેવાઇ : ખરીદીમાં રાજકોટ નંબર વન માત્ર ખેડા પુરવઠાએ ૧૦ લાખ તો પાટણે ૩ લાખ ચૂકવ્યા : આજ સુધીના ૭ કરોડથી વધુ ચૂકવવાના બાકી : અઠવાડિયામાં નાણા જમા નહિ થતા ખેડૂતોમાં દેકારો : ગાંધીનગર સુધી રાવ પહોંચી : સરકારી કામગીરી મંથરગતિએ ખેડૂતોની દિવાળી બગડે તેવો તાલ હોવાના આક્ષેપો

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત રાજયભરમાં સરકાર દ્વારા પુરવઠા નિગમ અને જે તે જીલ્લા પુરવઠા તંત્ર રાજકોટ જીલ્લા પુરવઠાના સૂત્રોએ ઉમેર્યું હતું કે, મારફત મગફળીની ખરીદી ચાલી રહી છે. રાજયના કુલ ર૦ જીલ્લાના ૧ર૭ કેન્દ્રો ઉપર મગફળી ખરીદાઇ રહી છે. આજ બપોર સુધીમાં રાજકોટના ૧૩ હજારથી વધુ ખેડૂતો સહિત રાજયમાં કુલ ૧ લાખ ૯ હજાર ખેડુતોને એસએમએસ મારફત મગફળી વેંચવા અંગે બોલાવાયા છે. કુલ નોંધણી ૪ લાખ ૭૦ હજાર ખેડૂતોની થઇ છે, તેમાં રાજકોટ શહેર-જીલ્લાના ૯૬ હજાર ૯૦૩ ખેડૂતોનો સમાવેશ થાય છે, તેમાં બપોર સુધીમાં ૮ દિ'માં રાજકોટ જીલ્લામાં ર૦ કેન્દ્રો ઉપર ૧પ૧૯ ખેડૂતો મગફળી વેંચવા આવ્યા, જેમાંથી ૧૦૧ ખેડૂતોની મગફળી રીજેકટ થઇ અને રાજકોટ શહેર-જીલ્લામાં ર૮ લાખ કિલો એટલે કે ર૮૬૦ મેટ્રીક ટન મગફળી ખરીદાઇ છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે ૮ દિ'માં રાજયના કુલ ૭૩રર ખેડૂતો પાસેથી ૧ કરોડ કિલોથી વધુ મગફળી ખરીદાઇ છે અને તેનું પેમેન્ટ ૭૦ કરોડ જેવું થવા જાય છે. જેમાંથી માત્ર ૧૩ લાખ રૂપિયા બે જીલ્લાએ ચૂકવ્યાનું બહાર આવ્યું છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં ૮ દિ'થી મગફળી ખરીદાઇ રહી છે. ૧પ૧૯ ખેડૂતો પાસેથી ર૮ લાખ કિલો મગફળી ખરીદાઇ, જેના નાણા ૧પ કરોડ ઉપર થવા જાય છે. કુલ ૯૮ હજાર ૬૩૦ ગુણી મગફળી ખરીદાઇ (રાજયમાં ૪ લાખ પ૪ હજાર ગુણી ખરીદાઇ), પરંતુ એક પણ રૂપિયો ચૂકવાયો નથી, ૮ દિ'માં નાણા ચૂકવાઇ જશે, તેવી વાતો હવામાં સાબીત થઇ છે. દિવાળી ટાણે જ ખેડૂતોને પૈસા નહિ ચૂકવાય તો એવી બાબતોથી દેકારો મચી ગયો છે. ગાંધીનગર સુધી ફરીયાદો થઇ છે, પ્રચંડ રોષ પણ છે.

જો બે જીલ્લાએ ખેડૂતોને નાણા ચૂકવ્યા તેમાં ખેડાએ ૧૦ લાખ અને પાટણ જીલ્લાએ માત્ર ૩ લાખ ચૂકવ્યા છે. કુલ ૧૩ લાખ ચૂકવાયા. બાકી એક પણ જીલ્લાએ નાણા ચૂકવ્યા નથી અને હા મગફળી વેચવામાં રાજકોટ રાજયમાં નંબર વન છે.

(3:02 pm IST)