Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

આંબેડકરનગરના મારકૂટ-એટ્રોસીટીના કેસમાં પકડાયેલ છ આરોપીઓના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. ૩: જન્મ દિવસની ઉજવણી કરવા બાબતે આંબેડકરનગરમાં બે જુથો વચ્ચે થયેલ મારામારીમાં ભરવાડ સમાજના છ આરોપીઓનો જામીન પર છુટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી હીરેન ગોવિંદભાઇ પરમારે રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩ર૬, ૩ર૪, ૩ર૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એકટની કલમ ૧૩પ(૧), તથા એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(પ-એ), ૩(૧)(આર), ૩(૧)(એસ) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા ગત તા. ૧૯-૦૯-ર૦ર૦ના રોજ આ કામના આરોપીઓ (૧) માંડાભાઇ બીજલભાઇ ચીરોડીયા (ર) મમૈયાભાઇ માંડાભાઇ ચીરોડીયા, (૩) કનૈયા ઉર્ફે કાનો માંડાભાઇ ચીરોડીયા (૪) પરબત ઉર્ફે પબાભાઇ ધનાભાઇ ચીરોડીયા, (પ) સાજણભાઇ ટપુભાઇ કરીર (૬) માયાભાઇ ધનાભાઇ ચીરોડીયાની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટના માલવીયાનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જેને સ્પે. એટ્રોસીટી કોર્ટ સમક્ષ રજુ કરતા જેથી કોર્ટે જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ ફરમાવેલ હતો.

ત્યારબાદ આરોપીઓ વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ તેમજ તાજેતરમાં એટ્રોસીટીના ગુન્હા સબબ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઇકોર્ટ ઉપરોકત તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, તથા એમ. એન. સિંધવ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(3:35 pm IST)