Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજકોટ ભિક્ષુક મુકત બનવવા કવાયત : મ.ન.પા. સહિતના તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ

ભિક્ષુકો ભિક્ષુક પ્રવૃતિ છોડી અન્ય વ્યવસાયિક પ્રવૃતિઓ કરી સ્વમાનભેર જિંદગી જીવી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એવા ઉમદા આશય : મ્યુ. કોર્પોરેશન, પોલીસ તંત્ર તથા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓની મીટીંગ યોજાઇ

રાજકોટ,તા. ૩: શહેરમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહેલી ભિક્ષુક પ્રવૃત્ત્િ।ઓને કારણે થઇ રહેલી અસરોને ધ્યાનમાં રાખીને સરકારના વિવિધ વિભાગો, શહેર પોલીસ તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત સંકલન સાથે એક સપ્તાહ સુધી શહેરમાં ભિક્ષુકોને ભિક્ષુક પ્રવૃત્ત્િ।ઓ છોડી દેવા સમજાવવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. આ ઝુંબેશનો આશય ભિક્ષુકો ભિક્ષુક પ્રવૃત્ત્િ। છોડી અન્ય વ્યવસાયિક પ્રવૃત્ત્િ।ઓ કરી સ્વમાનભેર જિંદગી જીવી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એવો છે.

આજે આ વિષય અનુસંધાને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળેલી એક બેઠકમાં રાજકોટ શહેર પોલીસ વતી નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર, એ.સી.પી.(ટ્રાફિક) ભરતસિંહ રાણા, મહાનગરપાલિકાના ત્રણેય નાયબ કમિશનર બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ અને ચેતન નંદાણી, તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના નાયબ અધિક્ષક તેજપાલસિંહ ગોહિલ, આસી. મ્યુનિ. કમિશનર એચ.આર.પટેલ, તથા વોર્ડ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

મીટિંગમાં થયેલી ચર્ચા વિચારણા અનુસાર આગામી એક સપ્તાહ સુધી ઉપરોકત તમામ કચેરીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભિક્ષુકોને શોધી શોધીને ભિક્ષુક પ્રવૃત્ત્િ।ઓ બંધ કરી દેવા સમજાવવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. એક સપ્તાહની ઝુંબેશ બાદ પણ જો ભિક્ષુક પ્રવૃત્ત્િ।ઓ થતી જોવા મળશે તો ભિક્ષુકોને પકડી કોર્ટના હવાલે કરવામાં આવશે. અહી એ ઉલ્લેખ કરવો રહયો કે, ભિક્ષુક પ્રવૃત્ત્િ। કરવી એ બિન જામીનલાયક ગુન્હો છે.

(3:41 pm IST)