Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સીંગતેલમાં સતત મંદીઃ વધુ ર૦ રૂ. તૂટયા

બે દિ'માં ૪૦ રૂ. ઘટયાઃ નવા ટીનના ભાવ ઘટીને રર૦૦થી રરર૦ રૂ.

રાજકોટ તા. ૩ :.. સીંગતેલમાં મંદીનો દોર જારી રહ્યો છે. આજે ડબ્બે વધુ ર૦ રૂ. તૂટયા હતાં.

સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળી આવકો વધ્યાના અહેવાલો આજે સીંગતેલમાં વધુ ર૦ રૂ.  ઘટયા હતાં. સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૩૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ર વાગ્યે ૧ર૭પ રૂ. ભાવ બોલાયા હતાં. સીંગતેલ નવા ટીન (૧પ કિ.ગ્રા.)ના ભાવ રરર૦ થી રર૪૦ રૂ. હતા તે ઘટીને રર૦૦ થી રરર૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

સીંગતેલમાં ગત સપ્તાહમાં ડબ્બે ૧૦૦ રૂ. ઘટયા બાદ ચાલુ સપ્તાહમાં બે દિ'માં ૪૦ રૂ.નો નોધપાત્ર ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકતા છે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(3:42 pm IST)