Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દીવાળી પ્રેરણાનું પર્વ : સરકારી ગાઇડ લાઇન સાથે ઉજવીએ

પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા પંચાયત પ્રમુખ બોદર

રાજકોટ તા. ૩ : જિલ્લાના તમામ ગ્રામજનોને દિપાવલી અને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ જણાવેલ કે, દિપાવલી એ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમુહરૂપ પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. દરેક તહેવારના મર્મને સમજવાથી તેની ઉજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની જાય છે. તહેવારો અને તેના થકી ચાલતા એકબીજાના વહેવારો જ માણસને જીવંત રાખવાનું અને તેના કુટુંબ, સગા-સંબંધી, મિત્રો, સ્નેહીઓને એક તાંતણે બાંધી રાખવાનું અદ્ભૂત કાર્ય કરે છે.

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે દિપાવલીના આ તહેવારોમાં સાવધાની અને સતર્કતા પણ એટલી જ જરૂરી છે. સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરી દિપાવલી તથા નૂતનવર્ષના તહેવારો માનવી કોરોના સામે જાગૃતી કેળવવી એટલી જ જરૂરી છે ત્યારે બોદરએ સર્વે ગ્રામજનોને દિપાવલી સૌના માટે સુખ, સમૃધ્ધિ અને સ્વચ્છ આરોગ્ય પ્રદાન કરતું નિવડે તેવી શુભેચ્છા પાઠવી છે.

(3:07 pm IST)