Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

આગામી ૯મીથી ૧૧ કેન્દ્રો ઉપરથી રાજકોટ જીલ્લામાં ૧૧૧૦ના ટેકાના ભાવે પુરવઠા મગફળી ખરીદશે

કુલ ૧૩ કેન્દ્રો : એક ખેડૂત પાસેથી વધુમાં વધુ રપ૦૦ કિલો મગફળી ખરીદાશે

રાજકોટ,૩ : ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજકોટ જીલ્લા ખાતે કુલ -૧૧ સેન્ટરના કુલ ખરીદ કેન્દ્ર માટે તા. ૯-૧૧-ર૦ર૧ થી શરૂ થશે. પ્રતિ ર૦ કિલો મગફળીનો ભાવ રૂ. ૧૧૧૦/- છે. તેમજ પ્રતિ ખેડૂત રપ૦૦ કિલોની મર્યાદામાં ખરીદ કરવામાં આવશે. ખેડૂતોને એસએમએસથી એડવાન્સમાં જાણ કરવામાં આવશે. સરકારશ્રી ના FAQ ના ધારાધોરણમાં ગ્રેડીંગમાં પાસ થયે જ ખેડૂતો પાસેથી જથ્થો ખરીદી કરવામાં આવશે. સેન્ટરનું લીસ્ટ નીચે મુજબ છે.

રાજકોટ જીલ્લા ખાતે શરૂ કરવાના થતા મગફળી ખરીદ કેન્દ્રોની યાદી

ક્રમ કેન્દ્રની વિગત     

૧.  રાજકોટ ગ્રામ્ય-જુનુ માર્કેટીંગ યાર્ડ, રાજકોટ

ર.  લોધીકા-જુનુ માર્કેટીંગ યાર્ડ, રાજકોટ.

૩.  પડધરી-જુનુ માર્કેટીંગ યાર્ડ, રાજકોટ.

૪.  ગોંડલ-એપીએમસી, ગોંડલ (ર ખરીદ કેન્દ્ર).

પ.  કોટડા સાંગાણી-ગોંડલ અનાજ ગોડાઉન, સુરેશ્વર ચોકડી પાસે, ગોંડલ.

૬.  જસદણ-એમપીએમસી-જસદણ

૭.  વિંછીયા-એમપીએમસી-વિંછીયા

૮.  જેતપુર-એપીએમસી-જેતપુર

૯.  ધોરાજી - એપીએમસી -ધોરાજી

૧૦. ઉપલેટા - એપીએમસી-ઉપલેટા

૧૧. જામ-કંડોરણા -એપીએમસી જામકંડોરણા (ર ખરીદ કેન્દ્ર)

(3:11 pm IST)