Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સદરમાં ફાયર N.O.C વગરની ફટાકડાની દુકાન બંધ કરાવાઇ : ચેકીંગ

રાજકોટ,તા. ૩ : ફાયર & ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં મંડપ, સમિયાણા, સ્ટોલ કે દુકાનમાં ફટાકડા વેંચાણ અર્થે ફાયર એન.ઓ.સી. મેળવવા માટે કુલ – ૩૧૯ અરજીઓ આવેલ છે. જે અન્વયે ફાયર સેફટીના સાધનોનું ચેકીંગ કરી કુલ ૩૦૭ અરજદારોને ટેમ્પરરી ફાયર એન.ઓ.સી. આપવામા આવેલ છે. દરમિયાન સદર બજાર મેઇન રોડ પર કરાંચી હેર આર્ટ નામની દુકાન જે કરાંચી સીઝન સ્ટોર તરીકે ઓળખાય છે તેમની પાસે નિયમોનુસાર જે તે વિભાગની મંજુરી કે એન.ઓ.સી. મેળવેલ ન હોય, આ દુકાન બંધ કરાવેલ છે. તેમ મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)