Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજકોટમાં સાયકલ અને ટુ વ્‍હીલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ

બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સરનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબાઇલ નંબર લખવો. સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્‍ય લખવો,

રાજકોટ : આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્‍હીલર વાહનો ઉપર સ્‍ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્‍યાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્‍યોને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર વ્‍યવસ્‍થા, શાંતી, સલામતી અને દેશની સુરક્ષા રાજકોટ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટર કે.બી.ઠકકર એ રાજકોટ જિલ્‍લા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્‍હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્‍ટો આવા સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલરો વાહનો વહેંચતા સમયે નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાના હુકમ જારી કરાયા છે.
આવા વાહનો ખરીદનારાને અવશ્‍ય બિલ આપવુ અને તેની સ્‍થળપ્રત કબ્‍જામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્‍યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્‍થાનુ પ્રમાણપત્ર કે સ્‍થાનિક અગ્રણીઓ જેવા કે મ્‍યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્‍યશ્રી, સંસદસભ્‍યશ્રી કે કોઇપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સરનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબાઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્‍ય લખવો, સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે ઉપર મુજબની માહિતીનું/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ  તા.૩૧/૧૨/૨૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

(6:57 pm IST)