Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પ્રજા માટે સુખના દીપ પ્રગટાવે ‘પ્રદીપ' : મેયર ડવનો જન્‍મદિન

રાજકોટ : રાજકોટના પ્રથમ નાગરીક ડો.પ્રદિપ ડવનો આજે તા. ૩ નવેમ્‍બરનાં રોજ જન્‍મદિવસ છે. તેમણે યશસ્‍વી જીવનનાં ૪૦માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.
પ્રદિપ ડવએ ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં કારોબારી સદસ્‍ય તરીકે તથા રાજકોટ શહેર યુવા ભાજપમાં ૨ ટર્મ પ્રમુખ તરીકે નેતૃત્‍વ કરી હજારો યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડેલ છે. તેઓએ B.com , LL.B. , B.J.M.C. , M.A. , M.S.W , PI.D. નો ઉચ્‍ચ અભ્‍યાસ કરેલ છે . વ્‍યવસાય માં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરે છે. ડે એન્‍ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટની પોતાના કાર્યકાળ દરમિયાન સૌપ્રથમ શરૂઆત કરેલ, સૌની યોજનાના ખાતમુહુર્ત સમયે યુવા ભાજપ દ્વારા નરેન્‍દ્રભાઈ મોદીના રોડ શોમાં હજારો યુવાનો જોડાયેલા એક વિશેષ સંભારણુ પોતાના કાર્યકાળ દરમીયાનનું બની રહેલ .   આ ઉપરાંત અનેક યુવા મોરચાના સંમેલનો અનેક વિધ કાર્યક્રમો , રેલીઓ અને સંગઠનના વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ . તમામ ચૂંટણીઓમાં શ્રેષ્ઠ પફોર્મન્‍સથી કાર્ય કરેલ સૌરાષ્ટ્ર યુનીર્વસીટીના સેનેટ સભ્‍ય પદ પર રહી વિદ્યાર્થીઓના પણ અનેક પ્રશ્નોનું નીરાકરણ કરી અત્‍યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ સહીતના પ્રશ્નોમાં મદદરૂપ બનેલ છે.
વોર્ડ નં . - ૧૨ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે રહી વોર્ડનાં સંગઠન અને વિસ્‍તારના કામો માટે સક્રિય રહેલ . કોરોના કાળની સ્‍થીતીમાં પણ લોકોની વચ્‍ચે સતત રહેલ . રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે છેલ્લા માળખામાં સૌથી યુવા તરીકે જવાબદારી મળેલ અને હાલમાં રાજકોટ મહાનગરપાલીકામાં વોર્ડ નં . ૧૨ માં ખુબ જ સારી લીડ મેળવી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ અને જીત્‍યા પછી તુરંત જ લોકોના પ્રશ્નોના નીરાકરણ માટે કામે લાગેલ. આ ઉપરાંત શહેરમાં ઓવરબ્રીજ, મવડીમાં ઇન્‍ડોર સ્‍ટેડિયમ, રામવન સહિતના પ્રોજેકટોની મેયર ડો. પ્રદિપ ડવના કાર્યકાળમાં પ્રજાજનોને ભેટ મળી છે. પ્રદિપભાઇ અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાઇને સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.
આજે તેમના જન્‍મદિવસે રાજકીય-સામાજીક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા શુભેચ્‍છકો, મિત્રો તેમજ પરિવારજનો દ્વારા (મો. નં. ૯૯૨૪૮ ૦૦૦૦૧) પર શુભેચ્‍છાનો ધોધ વર્ષી રહ્યો છે.

 

(11:40 am IST)