Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

તુલશી વિવાહ : દેવ ઉઠી એકાદશી

ઇન્‍દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શંકરે-જાલંધરને ઉત્‍પન્ન કર્યો, પરંતુ સવળું કરતા અવળું થયું તે દેવોને ભારે પડી ગયું. જાલંધર પોતાની પત્‍ની વૃંદાની શીલ શકિતના પ્રભાવથી અમર રહ્યો હતો.ત્રિભોવનમાં તેમનો ત્રાસ વધી ગયો હતો. દેવતાઓ ભગવાન પાસે રક્ષા માંગવા જાય છે. ભગવાન વિષ્‍ણુ દેવોની રક્ષા માટે કપટ કરે છે. ભગવાન જાણતા હતાં કે જો વૃંદાંનું સતીત્‍વ ભંગ થશે તો જ જાલંધરનો ત્રાસ દૂર થશે. આથી ભગવાન વિષ્‍ણુ જાલંધરનું બનાવટી રૂપ ધારણ કરી વૃંદા આગળ ઉભા રહે છે. બીજી તરફ વૃંદા પતિને આવેલા દેખી તેમને ભેટી પડે છે અને વિષ્‍ણુ તેમની સાથે રહેવા લાગે  છે. આમ વૃંદાનું સતીત્‍વ ભંગ થાય છે અને જાલંધર નિર્બળ બની મૃત્‍યુ પામે છે. વૃંદાને સાચી સ્‍થિતિની જાણ થાય છે અને શોક કરવા લાગે છે. ભગવાનને શ્રાપ આપે છે કે, તમને પણ  પત્‍નિનો વિયોગ થશે બીજા જન્‍મે તને મારી પટરાણી બનાવીશ, પછી વિષ્‍ણુ ભગવાન શાલીગ્રામ કાળો પથ્‍થર બની ગયા અને  વૃંદા વનસ્‍પતિ તુલશી બીજા જન્‍મે વિષ્‍ણુ રામ બન્‍યા અને સતિ વૃંદા સતી બન્‍યા. એકાદશીના શુભ દિવસે સાંજે ભગવાન વિષ્‍ણુ અને શાલીગ્રામ સાથે વનસ્‍પતી તુલશીના લગ્ન થયા છે. ભગવાનની સાક્ષી વિના કોઇપણ કાર્ય સફળ થતુ નથી. આથી જ શુભ કાર્ય થાય છે. આમ તે વંદાતુલ્‍ય હોવાથી ભગવાનની સાથે તુલશી વિવાહ થાય છે.
   

 

શાસ્ત્રી બટુક મહારાજ
 કાળીપાટ ગામના શાષાી             
અને સ્‍વામિનારાયણ                  
મંદિરના પુજારી,               
મો.૯૮૯૮૨૬૫૯૮૦

(11:44 am IST)