Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ચૂંટણી જાહેર થતા જ રાજકોટ શહેર-જીલ્લામાં આજથી ખર્ચ અને ફલાઇંગ સ્‍કવોડની ર૪ ટીમો ફરજ ઉપર લાગી

કાલ સુધી મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશેઃ ૧૪મી સુધીમાં નિર્ણય લેવાશે : સ્‍ટેટીકસની ર૪ ટીમો પ મીથી શહેર-જીલ્લામાં ફરી વળશેઃ મતદાન સમય અંગે હવે જાહેરાત થશે

રાજકોટ તા. ૩ :.. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ રાજકોટ કલેકટરે સાંજે પ વાગ્‍યે પત્રકાર પરીષદ બોલાવી છે. પત્રકાર પરીષદમાં ચૂંટણી પંચે પ મીથી ૧૪ મી સુધી ફોર્મ ભરી શકાશે વિગેરે કાર્યક્રમ કલેકટર જાહેર કરશે.

દરમિયાન એમએમસી-આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયાનું અને કડકપણે અમલવારી કરવા કલેકટરે આદેશો કર્યા છે, ખર્ચ અંગેની અને ફલાઇંગ સ્‍કવોડની વિધાનસભા બેઠક દીઠ ૩-૩ સહિત કુલ ર૪ ટીમો આજથી જ ફરજ ઉપર લાગી છે, આ તમામ અધિકારીઓના ઓર્ડરો અલગ થી નીકળ્‍યા છે, આ ઉપરાંત જે દિવસથી ફોર્મ ભરાશે તે દિવસે પ મીથી સ્‍ટેટીકસની ર૪ ટીમો આખા શહેર-જીલ્લામાં ચેકીંગ અર્થે ફરી વળશે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે મતદાન સમય અંગે ચૂંટણી પંચ દ્વારા હવે અલગથી માર્ગદર્શન અપાશે, ઉમેદવારો ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે, હવે મતદાર યાદીમાં આવતીકાલ સુધીમાં જ નામો ઉમેરવા અંગે ફોર્મ ભરી શકાશે, સ્‍ટાફ રેકર્ડ માઇઝેશન અંગે હવે પ્રક્રિયા હાથ ધરાશે, કોઇની પણ રજા મંજૂર નહી થાય, કુલ ૧૯ હજારનો સ્‍ટાફ કામે લાગશે, વાહનો રીકવીઝીટ અંગે હવે નિર્ણય લેવાશે.

(4:42 pm IST)