Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રાજકોટમાં જામશે જોરદાર ત્રિપાંખીયો જંગ

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં અને તેમાં પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ સામેલ હોઇ શહેરમાં ત્રણેય પક્ષના કાર્યાલયોમાં ધમધમાટઃ જીત માટે એડીચોટીનું જોર લગાવવા તૈયારીઓ

રાજકોટ તા. ૩: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે ચૂંટણી પંચે જાહેર કરતાં જ રાજકોટમાં રાજકીય પક્ષોના કાર્યાલયોમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ વખતે ચાર બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ (આમ આદમી પાર્ટી) વચ્‍ચે જોરદાર ત્રિપાંખીયો જંગ જામશે તે નક્કી સમજાય છે. આ માટે અત્‍યારથી જ જે તે પક્ષના આગેવાનો, કાર્યકરોએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવાની તૈયારીઓ આરંભી દીધી છે. કોણ જીતશે અને કોને પછડાટ મળશે તેના ગણિત પણ મંડાવાનું શરૂ થઇ ગયું છે. જો કે એ પહેલા ઉમેદવારો કોણ હશે એ તરફ પણ સોૈની નજર મંડાયેલી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજવામાં આવશે તેવું ચૂંટણી પંચે બપોરે જાહેર કર્યુ હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્‍બરે યોજાશે અને તેમાં કચ્‍છ, સુરેન્‍દ્રનગર, મોરબી સહિતની સાથે રાજકોટ પણ સામેલ હોઇ આજથી જ ભાજપ, કોંગ્રેસ, આપના કાર્યાલયોમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. રાજકોટ શહેરની બેઠકો પર આ વખતે જોરદાર ત્રિપાંખીયો જંગ ખેલાશે એ નિヘીત સમજાઇ રહ્યું છે. ગુજરાતમાં આપ પુરા જોશથી મેદાનમાં ઉતર્યુ હોઇ આ કારણે ભાજપ પણ વધુ તૈયારીઓ સાથે મેદાને આવવા તૈયાર થયું છે. આજથી જ આ તમામ પક્ષોના કાર્યાલયો પર આગેવાનો, કાર્યકરોનો ધમધમાટ શરૂ થઇ ચુક્‍યો છે.  તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોણ હશે તે તરફ પણ સોૈની મીટ મંડાયેલી છે.

(3:39 pm IST)