Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજકોટમાં સુરક્ષા જવાનોની સ્‍થાનિક પોલીસને સાથે રાખી ફલેગ માર્ચ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજે જાહેર થઇ ગઇ છે. એ સાથે જ ચૂંટણી સંબંધી સુરક્ષા વ્‍યવસ્‍થા માટે સુરક્ષા એજન્‍સીઓ રાજકોટ આવી પહોંચી છે. શહરેમાં આજે પેરામિલ્‍ટ્રી ફોર્સના જવાનોને સાથે રાખી પોલીસે અલગ અલગ વિસ્‍તારમાં ફલેગ માર્ચ યોજી હતી. આજે સવારે સદર બજાર, રેસકોર્ષ રીંગ રોડ સહિતના વિસ્‍તારોમાં તેમજ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન, ગાંધીગ્રામ, થોરાળા અને બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારોમાં પેરામિલ્‍ટ્રી ફોર્સના જવાનોએ  ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. ચૂંટણીની તારીખો જાહેર થઇ છે તે મુજબ આગામી પહેલી ડિસેમ્‍બરે પ્રથમ તબક્કાનું અને પાંચમી ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ૧૮૨ બેઠકો માટેનું મતદાન બે તબક્કે પુરૂ થયા બાદ આઠમી ડિસેમ્‍બરના રોજ મત ગણતરી થશે. રાજકોટ શહેરમાં આજથી જ પોલીસે ચૂંટણી અંતર્ગત મિલ્‍ટ્રીના જવાનોને સાથે રાખી ફલેગ માર્ચ યોજવાનું શરૂ કરી દીધું છે. પોલીસ દ્વારા ચૂંટણી સંબંધી વધારાની સુરક્ષા વ્‍યવસ્‍થાની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. પ્ર.નગર વિસ્‍તારની ફલેગમાર્ચમાં જવાનો સાથે પીએસઆઇ જે. જી. તેરૈયા, ગોૈતમભાઇ, મ.અઝહરૂદ્દીન બુખારી, નરેશભાઇ, મનીષભાઇ સહિતના જોડાયા હતાં. જ્‍યારે અન્‍ય પોલીસ સ્‍ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્‍તારોમાં જે તે ડિવીઝનનો સ્‍ટાફ ફોર્સની સાથે રહ્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા) 

(3:31 pm IST)