Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રાજકોટના ૬ કરાટેના ખેલાડીઓને બ્‍લેકબેલ્‍ટ

રાજકોટઃ ગુજરાત વાડો-કાઇ કરાટે ડો.એસોસિએશન અને સિંહાસન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ ત્રિદિવસીય સોમનાથ ખાતે રાજયકક્ષા લેવલનો કરાટે કેમ્‍પ આયોજીત થયો હતો. જેમાં ગુજરાતના અલગ-અલગ જીલ્‍લાઓમાંથી આશરે ૫૦ ખેલાડીઓએ બ્‍લેક બેલ્‍ટ ડિગ્રી હાંસીલ કરી હતી. જેમાં રાજકોટના પ્‍લાનેટ કરાટે એકેડમીમાંથી ૬ ખેલાડીઓ પસાયા મલ્‍કેશ રાકેશભાઇ(ક્રિસ્‍ટલ સ્‍કુલ), દોંગા રૂત્‍વી દિનેશભાઇ, ઘોડાસરા નંદન જીતેન્‍દ્રભાઇ(વિઝન સ્‍કુલ), અજુડીયા કિશન લક્ષ્મણભાઇ નંદા ધ્રુવ નિલેશભાઇ(વી.જે.મોદી સ્‍કુલ), રૈયાણી નિયતી રાહુલભાઇ(ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કુલ) એ-ગ્રેડ સાથે ઉર્તિણ થયા હતા. આ ૬ ખેલાડીઓ પ્‍લાનેટ કરાટે એકડેમીના પ્રેસિડેન્‍ટ સેન્‍સેઇ સચિન.આર. ચૌહાણ પાસેથી કરાટેની તાલીમ લઇ રહયા છે.

(3:33 pm IST)