Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સિટી - BRTS બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૨.૫૩ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૬ કંડકટર સસ્‍પેન્‍ડ : ૧ મુસાફર ટીકીટ વિના ઝડપાયા

રાજકોટ તા. ૩ : મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા તા. ૨૪ થી ૩૦ ઓકટોબર સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૨.૫૩ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૬ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૧ મુસાફર ટિકીટ વિનાનો ઝડપાયો હતો.
આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત  તા. ૨૪ થી ૩૦ ઓકટોબર સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા સપ્‍તાહમાં ૧,૧૮,૭૦૦ કિમી ચાલેલ છે તથા કુલ ૮૭,૪૮૫ મુસાફરો તથા બીઆરટીએસ બસમાં ૧,૧૧,૫૩૭ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૬,૯૫૦ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૨,૪૩,૨૫૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.
સિટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૧૦,૫૦૦ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.
સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ - અનિયમીતતા સબબ કુલ ૪ કંડકટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૨ કંડકટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.
ચેકીંગ દરમિયાન કુલ ૧ મુસાફર ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૧૧૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે

 

(3:38 pm IST)