Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કોંગ્રેસના ગોપાલ અનડકટ, પ્રભાત ડાંગર અને વૈશાલી શીંદેની પ્રોટોકોલ સેક્રેટરી તરીકે નિમણુંક

પ્રદેશના નેતાઓની સાથે રહેવાની જવાબદારીઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સૂચના અનુસાર શહેરના આગેવાન ગોપાલભાઇ અનડકટ, પ્રભાતભાઇ ડાંગર અને વૈશાલીબેન શીંદેની નિમણુંક પ્રોટોકોલ સેક્રેટરી તરીકે કરવામાં આવેલ છે.
જેઓ તમામ વીવીઆઇપી અને એઆઇસીસી અને પ્રદેશમાંથી આવતા આગેવાનોને એરપોર્ટથી રિસિવ કરશે અને હોટલ અને સર્કિટ હાઉસમાં રહેવાની જમવાની વ્‍યવસ્‍થાની અને તેમની સાથે પ્રવાસમાં સાથે રહેવા જવાબદારી પ્રદેશ દ્વારા સોંપવામાં આવેલ છે.ગોપાલભાઇ અનડકટ મો. ૯૮૨૪૨ ૯૩૯૪૦,પ્રભાતભાઇ ડાંગર મો. ૯૭૨૩૦ ૮૮૮૮૮, વૈશાલી શીંદે મો. ૯૮૨૫૬ ૮૫૮૧૫ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

 

(4:05 pm IST)